સાબરકાંઠામાં મ્યુકર માઇકોસિસના ઇન્જેકશન ફાળવણી માટે સમિતિ રચાઇ

સાબરકાંઠા
સાબરકાંઠા 282

સાબરકાંઠા,
કોરોનાના દર્દીઓકે જેમને ડાયાબીટીસ, એચઆઇવી ઇન્ફેકશન હોય કે જેઓને લાંબા સમયથી સ્ટીરોઇડ આપવામાં આવ્યા હોય તેમને ચેપ લાગવાની સંભાવનાઓ વધુ રહે છે. આવા દર્દીઓને સારવાર માટે ઇન્જેકશન આપવામાં આવતા હોય છે. જેની ઉપલબ્ધતા બજારમાં ઓછી છે. જેને લઇ દર્દીઓને સારવારમાં તકલીફનો સામનો ન કરવો પડે તે માટે તેમજ જિલ્લાની ખાનગી હોસ્પિટલમાં મ્યુકર માઇકોસિસની સારવાર લેતા દર્દીઓને વ્યાજબી ભાવે ઇન્જેકશન મળી રહે તે માટે જિલ્લાકક્ષાએ એક સમિતિનું ગઠન કર્યુ છે. જેમાં ડૉ. અજય મુલાણીની અધ્યક્ષતમાં રચાયેલી કમિટીમાં બે ફિઝીશ્યન એક્સપર્ટ,એક ઇએનટી એક્સપર્ટ તથા જિલ્લાના એપેડેમિક અધિકારીનો સમાવેશ કરાવ્યો છે. જેમાં ખાનગી હોસ્પિટલ દ્વારા ઇન્જેકશન માંગણી વખતે દર્દીના કેસની વિગત, મ્યુકર માઇકોસિસના નિદાનની નકલ, તબીબનો ભલામણ પત્ર તથા આધારકાર્ડની નકલ દ્બેષ્ઠર્દ્બિઅર્ષ્ઠજૈજજાજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ પર મોકલી અપાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.