Rakhewal | 26-12-2020 Headlines

Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/

ડીસાના જાંબાઝ જીવદયા પ્રેમી ભરત કોઠારી સહિત ત્રણ જૈન યુવકના મોત, રાજસ્થાનના જાલોર નજીક માર્ગ અકસ્માત નડ્યો, જીવદયા પ્રેમીના અકાળે મોતથી બનાસવાસીઓના હૈયા હચમચી ઉઠ્‌યા.

ડીસાના કાતરવા નજીક વાહનની ટકકરથી પદયાત્રી મહિલાનું મોત, અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ.

ડીસા સિવિલ હોસ્પિટલમાં પીવાના પાણીનો અભાવ હોવાથી ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઈ, દર્દીઓ બહારથી પીવાનું પાણી ખરીદવા મજબૂર બન્યા.

ડીસા હાઈવે પર ટાફે ટ્રેક્ટર શો રૂમની સામે તમાકું ભરેલી આઇસર ગાડી પલ્ટી ખાતાં અફડાતફડી મચી, સદનસીબે મોટી જાનહાનિ ટળી.

ચડોતર ખાતે પોલીસે નાકાબંધી કરી સુંધામાતા – અમદાવાદ બસમાંથી વિદેશી દારૂ ઝડપ્યો, ૨ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ.

પાલનપુર જી.ડી મોદી કોલેજ આગળ NSUIએ યુનિવર્સિટીના પરિપત્રની હોળી કરી વિરોધ નોંધાવ્યો.

મોરિયા ખાતે બનાસ ડેરીના ચેરમેનની અધ્યક્ષતામાં બનાસ મેડિકલ રિસર્ચ ઈન્સ્ટિટયૂટની બોર્ડ બેઠક મળી.

ધાનેરામાં વકીલો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું , સ્વરક્ષણ માટે વકીલોને હથિયારોનું લાયસન્સ મળે તેવી માંગ.

ભાભર તાલુકાના ખારા ગામની સીમમા કેનાલમાં ૨૦ ફૂટનું ગાબડું, કેનાલનો દરવાજો પણ પાણીમાં તણાઈ ગયો.

સુઇગામના સોનેથ ગામતળની જમીનમાં બિનકાયદેસર માટી ખનન કરતા કવરેજ કરવા ગયેલા સ્થાનિક પત્રકાર પર ગામના ઇસમે હુમલો કરતા ફરિયાદ.

ધાનેરાની જલારામ સોસાયટી પાસે પાણીની પાઇપ ફૂટતા પીવાનું પાણી રોડ પર વેડફાયું.

કાંકરેજના કાકર ગામે બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા,૭૫ હજારના સોનાના દાગીના ભરેલી પેટીની ચોરી.

રાજ્યમાં સતત પાંચમા દિવસે કોરોનાના નવા કેસની સંખ્યા ત્રણ આંકડામાં : આજે 910 કેસ, 6 દર્દીના મોત.

હાઈકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારે દર વર્ષે યોજાતો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ રદ કર્યો.

અરુણાચલમાં જામેલા બરફ વચ્ચે પણ ઝીરો પોઈન્ટ સુધી પેટ્રોલિંગ કરી રહ્યા છે જવાન, કહ્યું- ચીન હવે માત નહીં આપી શકે.

હજી પણ ઠંડીમાં રાહત નહીં,વર્ષના અંતિમ દિવસોમાં ઉત્તર ભારતમાં શીતલહેર થશે; પંજાબમાં ધુમ્મસ, લુધિયાણામાં પારો 1.6 સેલ્સિયસ.

સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ સલમાને વેક્સિનનો પહેલો ડોઝ લીધો, 3 દિવસમાં 5 લાખ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું.

કોરોનાના નવા સ્ટ્રેનના 5 કેસ જાપાન અને 1 ફ્રાન્સમાં પણ મળી આવ્યો, બ્રિટનમાં કોરોનાની દવા પર રિસર્ચ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.