1 નવેમ્બરથી 15,000 શ્રદ્ધાળુ વૈષ્ણોદેવીનાં દર્શન કરી શકશે, અગાઉ 7,000ને છૂટ હતી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

1 નવેમ્બરથી 15,000 શ્રદ્ધાળુને વૈષ્ણોદેવી મંદિરમાં દરરોજ દર્શન કરવાની અનુમતિ મળશે. જમ્મુ-કાશ્મીર તંત્ર દ્વારા શુક્રવારે આ માહિતી આપવામાં આવી. કોરોના મહામારીને કારણે અગાઉ સાત હજાર શ્રદ્ધાળુઓને જ દર્શન કરવાની અનુમતિ હતી. જોકે પ્રતિબંધોને લઈને ગાઈડલાઈન્સ 30 નવેમ્બર સુધી લાગુ રહેશે.

શ્રાઈન બોર્ડે કોરોના પ્રકોપના લીધે લગભગ પાંચ મહિના પછી 16 ઓગસ્ટે ત્રિકુટા પહાડીઓ પર આવેલા મંદિરને ફરી ખોલ્યું હતું. શરૂઆતમાં શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે યાત્રાના પ્રથમ સપ્તાહે દરરોજ 2 હજાર ભક્તોને યાત્રાની પરમિશન આપી હતી. એમાં બહારના 100 ભક્તોને અનુમતિ અપાઈ હતી.

અધિકારીઓએ કહ્યું હતું કે યાત્રા માટે ભીડથી બચવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન જ કરવામાં આવશે. તીર્થયાત્રાઓ માટે અર્થકુંવારી, કટરા અને જમ્મુમાં રહેવાની સુવિધાઓ ઉપલબ્ધ છે. અન્ય સુવિધાઓ જેમ કે બેટરીથી ચાલતાં વાહનો, પેસેન્જર રોપવે અને હેલિકોપ્ટર સેવાઓ પણ સામાજિક અંતરના માપદંડો અને અન્ય સાવધાનીનાં પગલાંનું કડકાઈથી પાલન કરીને યોગ્ય રીતે જારી રહેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.