રાજકોટમાં રખડતાં ઢોરનો આતંક, એક બાળકનું મોત

ગુજરાત
ગુજરાત

રાજ્યમાં રખડતાં ઢોરનો આતંક જોવાં મળ્યો છે. રાજકોટમાં રખડતાં ઢોરની અડફેટે એક બાળકનું મોત થયું છે. રાજકોટમાં 6 દીવસ પહેલાં રખડતાં ઢોરનાં અડફેટે આવતાં 9 વર્ષીય બાળકને રાજકોટ સિવિલ હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જેનું સારવાર દરમિયાન મોત થયું છે.

રાજકોટમાં રખડતાં ઢોરે આતંક મચાવ્યો છે. રખડતાં ઢોરે બાળકનો જીવ લીધા છે. 6 દીવસ પહેલાં જેતપુરમાં 9 વર્ષીય બાળક તેનાં ઘર આગળ રમતું હતું, ત્યારે રખડતાં ઢોરે અડફેટે લેતાં બાળક ઈજાગ્રસ્ત થયું હતું. જેને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેનું સારવાર દરમિયાન મોત થયું છે. બાળકનાં મોતથી પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે. હાઇકોર્ટની અનેક ટકોર બાદ પણ પાલિકાની ઊંઘ ઉડતી નથી. જેનાથી સ્થાનિકો રોષે ભરાયાં છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.