યુવક કોર્ટમાં કેસ જીતી ગયા પછી પણ સાસરિયાંએ પત્નીને ન મોકલી : ચાર શખસો સામે ફરિયાદ

બનાસકાંઠા
બનાસકાંઠા

ધાનેરાના શેરગઢ ગામે યુવકની પત્ની પિયરએ જીતી રહેતા કોર્ટમાં કેસ કરતાં યુવક કેસ જીતી ગયા બાદ પણ સાસરીયાઓએ પત્નીને મોકલી નહતી. સાસરીયાઓએ યુવકના ઘરે આવી હુમલો કરતાં ચાર શખસો સામે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ધાનેરા તાલુકાના શેરગઢ ગામના પહાડજી અજુજી કોળીના લગ્ન રાજસ્થાનના રાણીવાડા તાલુકાના જાખડી ગામે પોપટજી મોહનજી કોળીની દીકરી ગીતાબેન સાથે થયા હતા. લગ્ન છ માસ બાદ ગીતાબેન લોકોની ચડામણીથી તેના પિયર જતા રહ્યા હતા. જેને અવાર-નવાર તેડવા જવા છતાં તેના માતા-પિતા તેમને મોકલતા ન હોઇ આ બાબતે પહાડજીએ ડીસા કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. જે દાવો પહાડજી જીતી ગયા હોઈ પત્નીને તેડવા ગયા હતા. ત્યારબાદ પણ તેની પત્ની ગીતાબેનને સાસરીવાળા ન મોકલતાં તારીખ 11 મે ના રોજ શેરગઢ ગામે પહાડજીના ઘરે સાસરી પક્ષના લોકો આવી જણાવ્યું કે તને ના પાડી છે છતાં તું કેમ તેડવા આવે છે તેમ કહી અપશબ્દો બોલતાં અપશબ્દો બોલવાની ના પાડતા લોકોએ પહાડજીને ગડદા પાટુનો મારમાર્યો હતો. પહાડજીએ બુમાબુમ કરતા પોતાના ભાઈ અરજણભાઈ દોડી આવી અને કહેલ કે કેમ મારા ભાઈને મારો તેમ કહેવા જતો અરજણભાઈને પણ સાથળના ભાગે લાકડી મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

પેગીયા મસરાજી ચમનજી ઠાકોર, વાઘાજી મગનજી ઠાકોર, કમલેશજી વાઘાજી ઠાકોર, જબરાજી વાઘાજી ઠાકોર ધમકી આપી ભાગી છૂટ્યા હતા. ત્યારબાદ પહાડજીએ તેમના ભાઈ અરજણને દવાખાને સારવાર કરાવી ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર શખસો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.