ગુજરાતઃ આવતીકાલે ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થશે

ગુજરાત
ગુજરાત

ધોરણ 10ના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનાં જણાવ્યા પ્રમાણે, ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાના માર્ચ-2020ના ઉમેદવારોનું પરિણામ તા. 09/06/2020 ને મંગળવારના રોજ એટલે આવતી કાલે આવશે. મંગળવારે સવારે 08-00 કલાકે બોર્ડની વેબસાઈટ www.gseb.org પર ઓનલાઈન પ્રસિદ્ધ કરવામાં આવશે.

વધુમાં જણાવવાનું કે ધોરણ -10 અને સંસ્કૃત પ્રથમા માર્ચ-2020 ના ઉમેદવારોના ગુણપત્રક વિતરણની તારીખ હવે
પછી પ્રસિદ્ધ કરવામાં આવશે તથા ગુણ ચકાસણી અને દફતર ચકાસણી વગેરે સુચનાઓ પત્ર અલગથી પ્રસિદ્ધ કરી સંબંધિત ને જાણ કરવામાં આવશે.

આ વર્ષે ધોરણ 10માં કુલ 10.83 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. તેમની બોર્ડની પરીક્ષા પૂર્ણ થયાના બીજા દિવસથી દેશભરમાં કોરોના વાયરસને કારણે લૉકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.