
ભાજપના સંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યા
આગામી સમયમાં આવી રહેલી લોકસભા 2024ની ચૂંટણીની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.ત્યારે રાજ્યના ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સંગઠન મંત્રીની અધ્યક્ષતામાં રાજ્યના 8 મહાનગરના પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી.ત્યારે આ બેઠકના બીજા દિવસે સંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યા છે.જેમા ભાજપે 4 શહેરના પ્રમુખને બદલીને નવા પ્રમુખની નિમણૂંક કરી છે.જેમા રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે અલ્પેશ ધોલરીયા તેમજ શહેર પ્રમુખ તરીકે કમલેશ મિરાણીની જગ્યાએ મુકેશ દોશીને નિયુકત કર્યા છે.આ સિવાય કચ્છમાં દેવજીભાઈ વરચંદ અને મોરબીમાં રણછોડભાઈ દલવાડીની નિમણૂંક કરવામાં આવી છે.