મહાઠગ કિરણ પટેલની પત્‍નિ માલિનીની ધરપકડઃ છેતરપિંડીની હતી ફરિયાદ

ગુજરાત
ગુજરાત

મહાઠગ કિરણ પટેલની પત્‍નીની ધરપકડ કરવામાં આવી છે. મકાન પચાવી પાડવા અને છેતરપિંડીના કેસમાં ક્રાઇમ બ્રાન્‍ચ દ્વારા કિરણ પટેલની પત્‍નીની ધરપકડ કરવામાં આવી છે. કિરણ પટેલની પત્‍ની માલિની પટેલની ધરપકડ કરાઇ છે. માલિનીએ આગોતરા જામીનની અરજી કરી હતી. ક્રાઇમ બ્રાન્‍ચમાં મકાન પચાવી પાડી છેતરપિંડીની ફરિયાદ થઈ હતી.

મહાઠગ કિરણ પટેલની પત્‍ની ધરપકડ કરવામાં આવી છે. જે બાદ હવે માલિની પટેલની પૂછપરછ કરવામાં આવ છે, જેમાં મોટા ખુલાસા થવાની પણ શકયતા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્‍ચમાં કિરણ પટેલ અને તેની પત્‍ની માલિની સામે બેંગલો પચાવી પાડવા અને છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી. જે મામલે ક્રાઇમ બ્રાન્‍ચ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને માલિની પટેલની ધરપકડ કરવામાં આવી છે. બીજી બાજુ, કિરણ પટેલની પત્‍ની અત્‍યાર સુધી કયાં હતી અને કયાં છૂપાયેલી હતી, તે મામલે પણ ખુલાસા થઇ શકે છે.

શું છે સમગ્ર મામલો? અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં કિરણ પટેલ અને તેની પત્‍ની સામે ફરિયાદ નોંધાઇ હતી. જવાહર ચાવડાનાં ભાઇ જગદીશ ચાવડાએ કિરણ પટેલ અને પત્‍ની માલિની સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્‍યા પ્રમાણે, કિરણ પટેલે બંગલાના રીનોવેશન માટે ૩૫ લાખ લઈને રિનોવેશન દરમિયાન બંગલો પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો. કિરણ પટેલે પોતે સરકારી અધિકારી છે તેવું પણ જણાવ્‍યું હતું. કિરણ પટેલે જગદીશ ચાવડાના બંગલામાં હવન પૂજા કરાવી બહાર પોતાના નામનું બોર્ડ પણ લગાવી દીધું હતું. જેના આધારે ફરિયાદી વિરુદ્ધ કોર્ટમાં ખોટો દીવાની દાવો કર્યો હતો. જગદીશ ચાવડાએ આ અંગેની ફરિયાદ અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં નોંધાવી હતી. કિરણ પટેલે સરકારી અધિકારી તરીકેની ઓળખ આપીને મોટી છેતરપીંડી કરવાનો પ્રયાસ કર્યો છે.

પીએમઓના એડિશનલ ડાયરેક્‍ટર તરીકે નકલી ઓળખ આપી જમ્‍મુ કાશ્‍મીરમાં વીઆઇપી સિકયોરિટી સાથે ફરતા ગુજરાતી કિરણ પટેલની જમ્‍મુ કશ્‍મીર પોલીસે ધરપકડ કરી હતી. કિરણે પોતે દેશના વરિષ્ઠ સરકારી અધિકારી તરીકે ઓળખ આપી હતી. VIP સુરક્ષા કવચ સાથે તે જમ્‍મુ કાશ્‍મીરમાં સરકારી બુલેટ પ્રૂફ વાહનમાં ફરતો દેખાયો હતો. કિરણ સામે નાણાકીય તેમજ ભૌતિક લાભ મેળવવા માટેના આશય સાથે IPCની વિવિધ કલમો હેઠળ છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. આ સમાચાર મળતા જ અમારા સંવાદદાતાએ જ્‍યારે કિરણ પટેલની અમદાવાદમાં રહેતી પત્‍ની સાથે વાત કરવાનો પ્રયત્‍ન કર્યો ત્‍યારે તેમણે એટલું જ કહ્યું હતું કે, તે ત્‍યાં ડેવલોપમેન્‍ટ માટે ગયા હતા. ત્‍યાં બધુ પોઝિટિવ જ છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.