35 હજારના 40 કેમેરા 22 કિમીના રૂટ પર લગાવાશે, ફેસ રેકગનાઇઝ સિસ્ટમથી ગુનેગારોને શોધાશે

ગુજરાત
ગુજરાત

અમદાવાદઃ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ માટે દેશ તથા વિદેશની સુરક્ષા એજન્સીઓ તૈયારીને આખરી ઓપ આપી રહી છે. આ બધાની વચ્ચે ગુજરાત પોલીસ દ્વારા ટ્રમ્પના રોડ શો દરમિયાન કોઈ ગુનેગાર આવી ન જાય તે માટે ખાસ કેમેરા ગોઠવવામાં આવશે. 22 કિમીના રૂટ પર 40 કેમેરા ફેસ રેકગનાઇઝ સિસ્ટમ સાથે લગાવશે. જેમાં ગુનેગારોનો ડેટા ક્રાઈમ બ્રાન્ચ ફિટ કરશે. 35 હજારના ભાડે એક એવા 40 કેમેરા માટે ખાસ બજેટ ફાળવવામાં આવ્યું છેકેમેરા 360 ડિગ્રી મૂવ કરી શકશેસમગ્ર રાજ્યમાં ગુનાઇત પ્રવૃત્તિ કરનાર અને અગાઉ નાનામાં નાના ગુનામાં સંડોવાયેલા તમામને હાઈટેક ટેકનોલોજી દ્વારા સ્કેન કરીને પકડી લેવાશે. ફેસ રેકગનાઇઝ કેમેરાની મદદથી તમામ નાના મોટા ગુનો કરી ચૂકેલા આરોપીઓની વિગતો સાથેના ડેટા સાથે કનેક્ટ ક્રાઇમ બ્રાન્ચના સોફ્ટવેર સાથે જોડાશે. જે આરોપીનો ચહેરો જોઈને અમદાવાદ અને ગાંધીનગરના કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવશે. જેનાથી આખી ટીમ તેમને શોધીને પકડી લેશે. આ કેમેરા 360 ડિગ્રી મૂવ થશે જેનાથી તમામ ગતિવિધિ પર અમદાવાદ અને ગાંધીનગરના કંટ્રોલરૂમ નજર રાખી શકે. આ સિવાય આ કેમેરા ત્રણ દિવસનો તમામ ડેટા પણ રેકોર્ડ કરી રાખશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.