હાયર ઈન્ડિયાએ પોતાની એન્ડ્રોયડ ટીવી શ્રેણીમાં ઑલ-ન્યૂ એસ8 સિરીઝના એઆઈ ઇનેબલ્ડ 4કે સ્માર્ટ એલઈડી ટીવી શામેલ કર્યા

ગેઝેટ્સ
ગેઝેટ્સ 61

હોમ એપ્લાયંસેસ તથા કંઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સમાં ગ્લોબલ લીડર અને સતત 12 વર્ષો સુધી મોટા એપ્લાયંસેસમાં નંબર 1 બ્રાન્ડ હાયરે આજે પોતાની ગૂગલ સર્ટિફાઇડ એન્ડ્રોયડ એલઈડી ટીવી એસ8 સિરીઝના વિસ્તરણની જાહેરાત કરી. એસ8 સિરીઝમાં શામેલ આ નવા ટીવીમાં અનુક્રમેઃ 139 સેમી, (55 ઈંચ) અને 165 સેમી (65 ઈંચ)ની સ્ક્રિન સાઇઝમાં સુંદર 4કે એચડીઆર પિક્ચર ક્વોલિટી છે.
મેટલ બેઝેલલેસ ઑલ-સ્ક્રિન ડિસ્પ્લે તથા ફ્રંટ સ્પીકર ડિઝાઇન આ સિરીઝને એક સ્લિમ સ્ટાઇલિશ તથા શાનદાર લુક પ્રદાન કરે છે. તેની બેજોડ તથા ઉદ્યોગમાં પ્રથમ ફ્રંટ સ્પીકર સિસ્ટમ 30 વૉટના 6 ફ્રંટ સ્પીકર્સની સાથે બિલકુલ જીવંત તથા ક્રિસ્ટલ ક્લિયર સરાઉંડ સાઉંડનો અનુભવ પુરો પાડે છે. નવા ટીવીની ડિઝાઇન આજના સમકાલિન ઘરોની સુંદરતાના અનુરૂપ છે અને આ ઘરના ઇંટીરિયરમાં સરળતાથી પોતાની જગ્યા બનાવી લે છે. હાયર દ્વારા ટીવીની નવનિર્મિત ડિઝાઇન ગ્રાહકોના ઘરોને વધુ સ્ટાઇલિશ તથા સુંદર બનાવતા વ્યૂઈંગનો વધુ વધારે રસપ્રદ અનુભવ પ્રદાન કરશે.
હાયરની ઉન્નત ટેક્નોલોજીથી પ્રેરિત નવી 4કે એચડીઆર ટેલિવિઝન સીરીઝમાં એઆઈની સાથે લેટેસ્ટ એન્ડ્રોયડ 9.0 વર્ઝન સર્ટિફિકેશન છે અ આ સ્માર્ટ ડિવાઇસિસ માટે એક આઈઓટી હબના રૂપમાં કામ કરી શકે છે, જેનાથી યૂઝર્સ પોતાની કનેક્ટેડ ડિવાઇસિસ સરળતાથી નેવિગેટ અને નિયંત્રિત કરી શકશે. આ સિરીઝમાં ફ્રંટ-લાઈન ઇનોવેશન તથા સ્માર્ટ ફિચર્સ જેવા ગૂગલ આસિસ્ટંટ છે, જે યૂઝર્સને પોતાની વોઇસ કમાંડ દ્વારા ટીવીને નેવિગેટ કરવામાં સમર્થ બનાવે છે. સ્ક્રિન શેરિંગ માટે તેમાં બિલ્ટ-ઈન ગૂગલ ક્રોમકાસ્ટ છે. આ ઉપરાંત, આ ટીવીને બ્લૂટૂથ વોઇસ રિમેટ કંટ્રોલ અને એન્ડ્રોયડ ટીવી મોબાઇલ એપ્લિકેશન દ્વારા કંટ્રોલ કરી શકાય છે, જેથી ગ્રાહકોને ટીવી જોવાનો અનઇંટરપ્ટેડ તથા સુગમ અનુભવ મળે.
આ લોન્ચ વિશે શ્રી એરિક બ્રેગેંજા, પ્રેસિડેંટ, હાયર એપ્લાયંસેસ ઈન્ડિયાએ જણાવ્યું, “નવા એસ8 સિરીઝના ટેલિવિઝનના લોન્ચ સાથે અમે અમારા ગ્રાહકોને આઈઓટી તથા એઆઈ પાવર્ડ સ્માર્ટ હોમ પ્રદાન કરવાની પોતાની કટિબદ્ધતા મજબૂત કરી રહ્યાં છે. હાયરમાં, અમને વિશ્વાસ છે કે સમાધાન નવીન ઉત્પાદનો તથા અત્યાધુનિક ટેક્નોલોજીની સાથે અમારા ગ્રાહકોની વિકસિત થતી જરૂરિયાતોને સંબોધિત કરવા જઇ રહ્યાં છે. જીવનની નવી રીતોએ લોકોને વધુ કનેક્ટેડ તથા સ્માર્ટ લિવિંગ ઈકોસિસ્ટમનો અનુભવ કરાવ્યો છે.”
શ્રી એરિક બ્રેગેંજાએ જણાવ્યું, “અમે ટેલિવિઝન શ્રેણીમાં પોતાના નવા ઉત્પાદન પ્રસ્તુત કરી ખૂબ જ ઉત્સાહિત છીએ. આ સાથે અમે ભારતના આધુનિક ઘરોમાં પરિવર્તન લાવવા તરફ વધુ આગળ વધી રહ્યાં છે. અમારી નવી સ્માર્ટ એલઈડી એસ8 સિરીઝના ટીવી સાથે અમે પોતાના ગ્રાહકોને સુગમતાની સાથે ઑન-ડિમાંડ કંટેટ જોવાની સુવિધા આપવા માટે મનોરંજનનું શ્રેષ્ઠત્તમ સાધન આપી રહયાં છે.”


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.