પારસ કલનાવતને મળી સલમાન સાથે કામ કરવાની ઓફર

ફિલ્મી દુનિયા

મુંબઈ,  ટીવી અભિનેતા પારસ કલનાવત લાંબા સમયથી ચર્ચામાં છે. પારસ કલનાવતને ટીવીના લોકપ્રિય શૉ અનુપમામાં અનુપમાના દીકરા સમરના પાત્રથી ઓળખ મળી હતી. પરંતુ તાજેતરમાં જ તેણે અનુપમા શૉ છોડી દીધો છે. અને હવે ડાન્સ રિયાલિટી શૉ ઝલક દિખલા જા ૧૦માં જાેવા મલસે. મેકર્સે રિયાલિટી શૉના પ્રોમો રીલિઝ કર્યા છે, જેમાં પારસ કલનાવતનો પણ વીડિયો સામે આવ્યો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, આ શૉમાં ભાગ લેવા માટે જ તેણે અનુપમાને અલવિદા કહ્યુ હતું. પારસ કલનાવતના ફેન્સ તેને ડાન્સ રિયાલિટી શૉમાં જાેવા માટે ઉત્સુક છે. ઝલક દિખલા જામાં તે ક્યાં સુધી આગળ વધશે તે હવે જાેવાની વાત છે,

પરંતુ પારસને લગતી અન્ય એક રસપ્રદ માહિતી સામે આવી રહી છે. કહેવાઈ રહ્યું છે કે, બિગ બોસની ટીમ પારસ સાથે વાતચીત કરી રહી છે. જાે વાતચીત સફળ રહેશે અને પારસ સાથે ડીલ થઈ જશે તો બિગ બોસની અપકમિંગ સિઝન એટલે કે બિગ બોસ ૧૬માં તે એક કન્ટેસ્ટન્ટ તરીકે જાેવા મળી શકે છે. બિગ બોસ ૧૬ આ જ વર્ષે ટેલિકાસ્ટ થશે અને મેકર્સ પૂરજાેશથી તેની તૈયારીઓ કરી રહ્યા છે. તેમણે શૉમાં ભાગ લેવા માટે જાણીતી હસ્તીઓનો સંપર્ક કરવાની શરુઆત કરી લીધી છે. અને આ જ સંદર્ભમાં પારસ કલનાવત સાથે પણ વાતચીત કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે આ બાબતે બિગ બોસના મેકર્સ અથવા તો પારસ કલનાવત તરફથી કોઈ પૃષ્ટિ કરવામાં નથી આવી. પારસ કલનાવતને અત્યાર સુધી અનુપમા, મેરી દુર્ગા, મરિયમ ખાન-રિપોર્ટિંગ લાઈવમાં જાેવામાં આવ્યો છે. આ સિવાય તેણે વેબ સીરિઝ દિલ હી તો હૈમાં પણ કામ કર્યું છે. પોતાના પ્રભાવશાળી અને દમદાર અભિનયને કારણે ઓછા સમયમાં તેણે ઘણી લોકપ્રિયતા મેળવી છે અને દર્શકોના દિલોમાં સ્થાન મેળવ્યું છે. હવે તે ઝલક દિખલા જામાં ડાન્સનો જાદૂ કરી શકશે કે કેમ તે જાેવાની વાત છે. નોંધનીય છે કે અનુપમા સીરિયલમાં પારસના પાત્રને ડાન્સર જ બતાવવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે પારસ કલનાવતે અનુપમા શૉ છોડ્યો ત્યારે ઘણો વાદ-વિવાદ થયો હતો. પારસે મેકર્સ પર અમુક આરોપ પણ મૂક્યા હતા. જાે કે પારસની પોતાના અમુક કો-સ્ટાર સાથે ઘણી સારી મિત્રતા છે. અનુપમા શૉમાં રુપાલી ગાંગુલી અનુપમાનો લીડ રોલ કરી રહી છે. અત્યારે ટીવીની લોકપ્રિય સીરિયલોમાં અનુપમાનું નામ ચોક્કસપણે લેવામાં આવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.