ટોપલાઓમાં દારૂ વેચાવડાવીશ : લાઘુ પારગી

ચૂંટણી 2022
ચૂંટણી 2022

(રખેવાળ ન્યૂઝ)ડીસા, બનાસકાંઠા જિલ્લામાં જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય તેમ તેમ નેતાજીઓ ચૂંટણી જીતવા ભાન ભૂલવા લાગ્યાં છે,ત્યારે વધુ એક નેતા ભાન ભૂલી દારૂને ખુલ્લેઆમ ટોપલાઓમાં વેચાવડાવવાનું કહેતા એક વાયરલ વીડિયોમાં સાંભળવા મળી રહ્યાં છે.જાેકે,રખેવાળ આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી.

સમગ્ર બાબતની વિગતે ચર્ચા કરીએ તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે બનાસકાંઠાની દાંતા (એસ.ટી.)અનામત બેઠક પર ભાજપનાં ઉમેદવાર લાધુભાઈ પારગી હાલ ગામે ગામ ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે, જ્યાં તેઓએ એક ગામમાં આદિવાસી બહેનોને સંબોધતાં જણાવ્યું હતુંકે,બહેનો ખોળામાં નહિ ટોપલા ટોપલાઓમાં દારૂ વેચાવડાવીશ,યાદ રાખજાે તેમ કહેતાં ઉપસ્થિત લોકો તાળીઓ વગાડતા એક વાયરલ વીડિયોમાં દેખાઈ રહ્યા છે.

નોંધનીય છે કે,એક બાજુ ગુજરાત માં દારૂબંધી છે ત્યારે આવા ઉમેદવાર કહી રહ્યા છે કે હું તમને ટોપલામાં દારૂ વેચાવડાવીશ.થોડા સમય પહેલા લઠ્ઠા કાંડમાં કેટલાય લોકોએ જીવ ગુમાવ્યો હતો તે હજુ લોકો ભૂલ્યા પણ નથી,ત્યારે દાંતા ભાજપનાં ઉમેદવાર લાધુભાઈના નિવેદનથી બનાસકાંઠાના રાજકારણમાં ગરમાવો આવી ચૂક્યાં છે.

સાહેબ…માપમાં બોલો, આ ગાંધીનું ગુજરાત છે !!!

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે થોડા જ દિવસો બચ્યાં છે,ત્યારે ચૂંટણી પ્રચારની છેલ્લી ઘડીઓમાં નેતાઓ વૉટ લેવાના ચક્કરમાં જીભ પરનો કન્ટ્રોલ પણ ગુમાવી રહ્યા છે, ઘણીવાર નેતાઓ ચૂંટણી જીતવાના મોહમાં વિવેકભાન ભૂલી બીજાઓની સરખામણી કૂતરાં સાથે કરવા લાગે છે,તો કોઈ મોતના સોદાગર,નીચ,ગટરના કીડા,બંદર જેવા અપશબ્દોનો ઉપયોગ પણ કરતા અચકાતાં નથી.એટલુંજ નહિ , તો વળી કેટલાક તો પોતાના કાર્યકર્તાઓ આગળ ઘમંડ બતાવી જે થાય તે કરી લેવાની તુમાખી બતાવે છે.આ ઉપરાંત કેટલીક જગ્યાએ નેતાઓ રૂપિયાનો રૉફ બતાવી રૂપિયાઓનો વરસાદ કરી લોકશાહીના આ પવિત્ર પર્વની મજ્જાક ઉડાવતાં જાેવા મળી રહ્યા છે.ત્યારે સવાલ એ ઉભો થાય છે,રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે અને આ એક સંસ્કારી રાજ્ય છે,ત્યાં વૉટ લેવા નેતાઓ આ રીતે બેફામ વાણી વિલાસ કરે અને અણછાજતું કૃત્ય કરે તે કેટલું ઉચિત !! તેવા સવાલો જાગૃત મતદાતાઓ ઉઠાવી રહ્યા છે.

લોકશાહીના પર્વને કલંકિત કરનાર નેતાઓ સામે લાલ આંખ ક્યારે ??

રાજનીતિમાં ભાષાની પણ એક મર્યાદા હોય છે,અને આ તો ગાંધીજી,સરદાર પટેલ,બાબા સાહેબ આંબેડકર ,મોરારજી દેસાઈ જેવા સભ્ય અને સંસ્કારી મહાપુરુષોની ધરતી છે,ત્યાં માત્ર ચૂંટણી જીતવાની ઘેલછામાં આવા જીભ પર કાબુ નહિ રાખી સકતા નેતાઓ સામે ચૂંટણી તંત્ર લાલ આંખ ક્યારે કરશે ?તેવો સવાલ જાગૃત મતદારો ઉઠાવી રહ્યા છે.

અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે લાઘુભાઈ

દાંતા બેઠક પર ભાજપે જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ લાઘુભાઈ પારગીને કોંગ્રેસનાં સીટીંગ ધારાસભ્ય સામે મેદાનમાં ઉતાર્યા છે,પરંતુ ભાજપ ઉમેદવાર લાઘુભાઈ અનેક ગંભીર ગુનાઓમાં આરોપી છે,જે કેસો હજુ પણ ચાલુ છે.

લાઘુભાઈ આદિવાસી પ્રજાના મુદ્દાઓની વાત ક્યારે કરશો ?? મતદાતાઓનો આક્રોશ

બનાસકાંઠા જિલ્લાની દાંતા બેઠક પર છેલ્લી બે ટર્મથી કોંગ્રેસનાં ધારાસભ્ય ચૂંટાઈ આવે છે,ત્યારે અહીં આદિવાસી પ્રજાના અનેક પાયાના પ્રશ્નો હજુ વણઉકેલ્યા છે,દેશ ૫ જી નેટવર્ક વાપરતું થઈ ગયું છે તો દાંતા પંથકના અનેક ગામોમાં ઈન્ટરનેટ તો શું વીજળીના પણ ફાંફા છે.શિક્ષણ,આરોગ્ય,રોજગારી,પાણી સહિતના અનેક ગંભીર મુદ્દાઓ છે,ત્યારે ભાજપનાં ઉમેદવાર લાઘુભાઈ આવા વિષયો ની ચર્ચા કરવાને બદલે મતદાતાઓને જીત બાદ ટોપલાઓમાં દારૂ વેચાવડાવવાની ડંફાંસો મારે છે,જે ખૂબ જ નિંદનીય બાબત હોવાનો આક્રોશ દાંતાના મતદાતાઓએ વ્યક્ત કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.