એકટીવા લઈને પેઢી પર જતાં વેપારીને બાઈક પર આવેલા ત્રણ અજાણ્યા શખસોએ રોકી રૂ 6.15 લાખ રોકડ ભરેલો થેલો ખેંચી નાસી ગયા

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગરના બગીચા વિસ્તારમાં સવારે વેપારી એક્ટીવા લઈને પેઢી પર જતા સમયે ત્રણ અજાણ્યા શખ્સોએ એક્ટીવા રોકી વેપારીને ચપ્પુની પાછળની મૂઠ કપાળમાં મારતા વેપારીને ચક્કર આવતા અજાણ્યા શખ્સો વેપારી પાસેનો રોકડ રૂ 6.15 લાખ ભરેલ થેલો ઝુંટવી બાઈક લઈને નાસી ગયા હતા. આ લુંટનો બનાવને અજાણ્યા શખ્સો 5 મિનિટમાં અંજામ આપ્યો હતો. બનાવ અંગે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વેપારીની ફરિયાદ આધારે બી ડિવિઝન પોલીસે ત્રણ અજાણ્યા શખ્સો સામે લુંટનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

આ અંગે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોધાયેલ ફરિયાદ મુજબ હિંમતનગરના પોલોગ્રાઉન્ડમાં મદીના મસ્જીદ રોડ પર આવેલ ચાંદનીવાલાના દવાખાને પાસે રહેતા વેપારી મોહમદયુસુફ અબ્દુલરજ્જાક શેઠ સોમવારે સવારે ઘરેથી 7.40 કલાકે પોતાની જુના માર્કેટયાર્ડમાં આવેલ શેઠ એન્ટરપ્રાઈઝ પેઢી પર જવા માટે રૂ.6,15,240 રોકડ ભરેલ થેલો ખભે ભરાવીને એકટીવા નં GJ-09-CM-4947 લઈને જવા નીકળેલ હતા.

દરમિયાન હિમતનગરના બગીચા વિસ્તારમાં જૈન દેરાસરથી ટાવર તરફ જવાના રોડ પર શક્તિ સલુન આગળ રોડ 7.50 કલાકના 5 મિનિટના સમયમાં વેપારીની પાછળથી ત્રણ 25થી 35 વર્ષની ઉમરના ત્રણ અજાણ્યા શખ્સો બાઈક લઈને એક્ટીવા આગળ આવી ગયા હતા. વેપારીને રોકીને તેને કપાળના ભાગે ચપ્પુની પાછળનો મુઠનો ભાગ માર્યો હતો, જેથી લોહી નીકળ્યું હતું. ત્યાર બાદ ચક્કર આવતા વેપારી પાસેનો રોકડ ભરેલી થેલો ઝુંટવી બાઈક ભગાડી મૂકી હતી. ત્યાર બાદ વેપારીને હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બનાવ સ્થળે ત્રણ અજાણ્યા શખ્સોનો સફેદ રૂમાલ અને મરચાની ભૂકી રહી ગઈ હતી.

લુંટના બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ, એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. ત્યાર બાદ રોડ પરના તમામ સ્થળે આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ શરુ કરી દીધી હતી. તો આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મોહમદયુસુફ અબ્દુલરજ્જાક શેઠની ફરિયાદ આધારે ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો નોધી પોલીસે તપાસ તેજ કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.