અરવલ્લી જિલ્લામાં 45 ડીગ્રી તાપમાન નોંધાયું : રસ્તાઓ સુમસામ જોવા મળ્યા

સાબરકાંઠા
સાબરકાંઠા

હવામાન વિભાગે ગરમીનું ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટ આપ્યું છે ત્યારે, સતત ત્રીજા દિવસે અરવલ્લી જિલ્લામાં તાપમાનનો પારો 45 ડીગ્રીને પાર રહ્યો છે.

અરવલ્લી જિલ્લામાં ત્રીજા દિવસે તાપમાનનો પારો ઉચકાયો છે. ગઈકાલે 43 ડીગ્રી હતો, જે વધીને 45 ડીગ્રી થયો છે. જેના કારણે જિલ્લાના માલપુર, મોડાસા, મેઘરજ, બાયડ, ધનસુરા અને ભિલોડા પંથકમાં લોકો ગરમીમાં શેકાયા છે. શહેરી વિસ્તારમાં રસ્તાઓ સુમસામ બન્યા છે. લોકોએ ઘરમાંથી બહાર નીકળવાનું ટાળ્યું છે. પક્ષીઓ પણ દિવસ દરમિયાન પોતાનાં માળામાં ભરાઈ રહ્યા હતા. આકાશમાંથી ભારે અગનગોળા વરસ્યા હતા. કાળઝાળ ગરમીમાં હવામાન વિભાગે હજુ પણ પાંચ દિવસ રેડ એલર્ટ આપ્યું છે ત્યારે, હિટસ્ટ્રોકના કેસોમાં વધારો થવાની શક્યતા છે.

અસહ્ય ગરમીને લઈ અરવલ્લી જિલ્લામાં તારીખ 1 મેથી આજદિન સુધી હીટસ્ટ્રોકના 180 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ માલપુર તાલુકામાં 64 કેસ નોંધાયા. આરોગ્ય વિભાગે પણ જિલ્લાના 34 આરોગ્ય કેન્દ્રો પર ORS કેન્દ્ર કાર્યરત રાખ્યા છે. ઝાડા ઉલટી જેવા કેસો આવે તો આરોગ્ય તંત્ર પણ એલર્ટ છે. આમ અરવલ્લી જિલ્લામાં હજુ પણ ગરમીનો પારો ઉચકવાની પુરેપુરી શક્યતા રહેલી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.