થરાદની એસબીઆઇના આસીસ્ટન્ટ મેનેજરે ૨.૮૫ કરોડનો ચુનો લગાવ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદની એસબીઆઇના એક જવાબદાર કર્મચારીએ કેટલાક ખેડુતોના પાકધિરાણ નામે ઉપરી અધિકારીની મંજુરી પોતાની સત્તાથી વધારે લોન મંજુર કરી,ખેડુતોને નહી આપી, ખેડુતોના ફોર્મ તથા વાઉચરોમાં ખેડુતોની ખોટી સહીઓ કરી બેંકમાંથી રૂપીયા ૨,૮૫,૮૮,૯૯૭નો કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જે ઓડીટ દરમિયાન બેંકની હેડ ઓફિસના ધ્યાનમાં આવતાં તેની સામે થરાદ પોલીસમથકમાં રૂપીયા રૂપીયા ૧,૩૦,૪૯,૬૬૫ની ઉચાપતનો ગુનો નોંધાયો હતો. થરાદની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ફિલ્ડ ઓફીસર એગ્રીકલ્ચર આસીસ્ટન્ટ મેનેજર તરીકે ગિરીશભાઇ મણીલાલ પ્રજાપતિ રહે.૫૨ ગોકુળધામ સોસાયટી, મોઢેરા રોડ,મહેસાણા તા.૨૯/૧૦/૨૦૧૮ થી ૨૬/૦૩/૨૦૨૧ દરમિયાન ફરજ બજાવતા હતા. તેમને ફરજ દરમિયાન એગ્રીકલ્ચરને લગતી લોન કરવાની અને ખેડુતોને લોન ચુકવવાની કામગીરી કરવાની હતી.તે દરમિયાન તેણે ગ્રાહકની તેની સત્તાથી વધારે લોન મંજુર કરવાની થાય તો ઉપરી અધિકારીની મંજુરી લેવાની થતી હોવા છતાં તેણે કોઇ પણ ઉપરી અધિકારીની મંજુરી લીધી ન હતી. અને વગર મંજુરીએ ખેડુતોની લોન મંજુર કરી ખેડુતોના લોનના ફોર્મ મંજુર કરી ખેડુતોની લોન મંજુર કરી ખેડુતોના ફોર્મ તથા વાઉચરોમાં ખેડુતોની ખોટી સહીઓ કરી તેના આર્થિક લાભ સારૂ ખેડુતોના એકાઉન્ટમાંથી વધુ લોનની રકમ મંજુર કરી હતી.તેમજ ખેડુતોને લોનની ઓછી રકમ આપી હતી. તથા જે ખેડુતોને વધુ લોનની જરૂરીયાત હોય તેને વધુ લોન મંજુર થઇ શકે તેમ ના હોય તેવા ખેડુતોને વધુ લોનની રકમ આપી જે વધુ લોનની રકમ આપી તેના વ્યાજની રકમનો તેણે તેનો આર્થિક લાભ મેળવ્યો હતો.આમ પોતાની ફરજના કાર્યકાળ દરમિયાન તેણે રૂપીયા ૨,૮૫,૮૮,૯૯૭ની રકમની ઉચાપત કરી હતી. આ બનાવ અંગે સહાયક જનરલ મેનેજર ઘનશ્યામ ભક્તિરામ સોલંકી રહે.બી-૩૨ અક્ષતમ સોસાયટી, પાલનપુરની ફરિયાદના આધારે થરાદ પોલીસે ગિરીશભાઇ પ્રજાપતિ સામે ભ્રષ્ટાચાર અટકાવવાનો અધિનિયમ ૧૩ (૧) (ઝ્ર) ની આઇપીસી કલમ ૪૦૯,૪૨૦,૪૬૫,૪૬૭,૪૭૧ મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.આ બનાવને લઇને બેંકવર્તુળમાં ખળભળાટ પ્રસરી જવા પામ્યો હતો.

પાકધિરાણ નામે બેંકના એક જવાબદાર કર્મચારી દ્વારા મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જે બેંકની હેડ ઓફિસના ધ્યાનમાં આવતાં તેની તાત્કાલિક અસરથી કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. તથા બેંકના તમામ સ્ટાફની બદલી કરી દેવામાં આવી હતી. અને તેમની જગ્યાએ મેનેજર અને ક્લાર્ક સહિત ૧૦ જેટલા નવા સ્ટાફની નિમણુંક પણ કરવામાં આવી હતી. ઓડસ તેની તાત્કાલિક અસરથી કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

૧૪૩ માંથી ૮૪ ખાતાંઓની સંપુર્ણ રિકવરી કરવામાં આવી હતી
પોલીસસુત્રોએ જણાવ્યું હતું કે ગિરીશભાઇ પ્રજાપતિએ ૧૪૩ ખાતાંમાંથી રૂપીયા ૨,૮૫,૮૮,૯૯૭ ની ઉચાપત કરી હતી.જે પૈકી બેંકની ઉચ્ચ ઓફીસ દ્વારા તપાસ હાથ ધરાતાં ની પાસેથી રૂપીયા ૧,૫૫,૩૯,૨૩૨ની રિકવરી પણ થવા પામી હતી. જે હંગામી ઉચાપતને બાદ કરતાં અત્યારે તેણે
રૂપીયા ૧,૩૦,૪૯,૬૬૫ની ઉચાપત કરી બેંકને નુકશાન કર્યું હતું. સમગ્ર મામલે ભારે ખળભળાટ મચ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.