કોવિડ-૧૯ સામે રક્ષા કવચ રોગ પ્રતિકારક શક્તિવર્ધક ઉકાળાનું વિતરણ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યૂઝ પાલનપુર  : વેદ પ્રાથમિક અને માધ્યમિક શાળા પાલનપુર, સરકારીઆયુર્વેદ હોસ્પિટલ વડગામ, સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ પાલનપુર, ભારતમાતા ઉત્સવ અને સેવા સમિતિ પાલનપુર અને જનસેવા એજ પ્રભુસેવા ગ્રુપ પાલનપુરના સંયુકત ઉપક્રમે તા.૩૧/૭/ ૨૦૨૦ થી તા.૨/૮/૨૦૨૦ સતત ત્રણ દિવસ સુધી સવારે ૭.૩૦ થી ૯.૩૦ કલાક સુધી રોગપ્રતિકારક શક્તિવર્ધક ઉકાળા વિતરણ કાર્યક્રમના પ્રથમ દિવસે ટેલિફોન એક્સચેન્જ, અંબાજી માતા મંદિર પાલનપુર તથા કોલેજ કમ્પાઉન્ડવાડીમાં અને ભાગ્યોદય સોસાયટી ડી. પી. પાસે એમ કુલ ત્રણ સ્થળે અંદાજીત ૧૫૦૦ જેટલા લોકો એ દશમુળ કવાથ,પથયાદી કવાથ,ત્રીઃકતુ ચૂર્ણ સહિત ૨૧ જડીબુટ્ટીઓ યુક્ત ઉકાળાના સેવનનો લાભ લીધો હતો.  આ પ્રસંગે કુમુદબેન જોશી (પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત બનાસકાંઠા), કુસુમબેન રાવલ (ઉપપ્રમુખ બનાસકાંઠા જિલ્લા ભાજપ), પ્રશાંતભાઈ ગોહિલ (મહામંત્રી પાલનપુર શહેર ભાજપ), જાગૃતિ બહેન મહેતા(કોર્પોરેટર નગરપાલિકા પાલનપુર), રાજુભાઇ સૈની(પ્રમુખ સામાજિક સમરસતા મંચ પાલનપુર નગર, પ્રમુખ ભારતમાતા ઉત્સવ અને સેવા સમિતિ પાલનપુર), નરેશભાઈ રાણા (ઉપપ્રમુખ પાલનપુર શહેર ભાજપ), ગિરધારીલાલ ગેહાની (સામાજિક અગ્રણી પાલનપુર), બીપીનભાઈ ગુપ્તા (પ્રમુખ અંબાજી શક્તિપીઠ પાલનપુર શહેર ભાજપ), યજ્ઞેશભાઈ દવે (સંયોજક સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ પાલનપુર શહેર), રૂપેશભાઈ ગુપ્તા(સહ સંયોજક સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ પાલનપુર શહેર), ઈશ્વરભાઈ સોલંકી (મંત્રી અનુ.મોર્ચો બનાસકાંઠા જિલ્લા ભાજપ), ધવલભાઈ જોશી (શક્તિકેન્દ્ર પ્રમુખ વોર્ડ નં.૨ પાલનપુર શહેર ભાજપ), પરેશભાઈ ખડાલીયા (પ્રમુખ વોર્ડ નં.૨ પાલનપુર શહેર ભાજપ),જયેશભાઇ સોની(પ્રમુખ જનસેવા એજ પ્રભુસેવા ગ્રુપ પાલનપુર),ગિરધારીલાલ ગોપાલ (સંયોજક વિશ્વહિન્દુ પરિષદ જિલ્લા સત્સંગ સંઘ બનાસકાંઠા),અશોકભાઈ પઢીયાર (સામાજિક અગ્રણી માળી સમાજ પાલનપુર) અકાશભાઈ તથા સૂચિતભાઈ ગેહાની(ભારતમાતા ઉત્સવ અને સેવા સમિતિ પાલનપુર ટિમ સદસ્ય ) તથા વેદ પ્રાથમિક શ્ માધ્યમિક શાળા ના નિયામક કાનજીભાઈ ચૌધરી તથા સંચાલક ટિમના ચીમનભાઈ સોલંકી(કોર્પોરેટર નગરપાલિકા પાલનપુર),નરેન્દ્રસિંહ જાડેજા,મુકેશભાઈ રાવળ, દિગ્વિજયસિંહ જાડેજા તથા દિપકભાઇ પંડયા સાથે સ્ટાફ મિત્રો શૈલેષભાઇ ચૌહાણ ,નરેશભાઈ પરમાર હાજર રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.