ડીસામાં બહુ ચચિર્ત સીએની પત્નીની હત્યા કેસમાં બે આરોપીના જામીન ના મંજુર

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા,
બનાસકાંઠાના ડીસામાં સી.એની પત્નીની હત્યા કેસમાં જેલ ભોગવી રહેલા લલિત ગણપતજી ટાંક અને હત્યાને અંજામ આપનાર મહેશ માળીએ દિયોદર કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરતા કોર્ટે અરજી ફગાવી જામીન નામંજૂર કર્યા હતા.ડીસાથી ગેળા હનુમાનજીના દર્શન કરવા સીએ લલિત ગણપતજી ટાંક અને તેમની પત્ની દક્ષાબેન બંને જઈ રહ્યા હતા તે દરમિયાન મહેશ વીરાજી માળીએ ગાડીને ટક્કર મારે દક્ષાબેનની હત્યા કરી નાખી હતી. જાેકે ભીલડી પોલીસે શરૂઆતમાં અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ ભીલડી પી.એસ.આઇ આશાબેન શાહ ચલાવી રહ્યા હતા અને તપાસ દરમિયાન દક્ષાબેન ની હત્યા થયા હોવાના પુરાવા કોલ ડીટેઈલના આધારે મળતા પોલીસે સીએ લલિત ટાંકની પૂછપરછ કરી અને તે તેને સોપારી આપી હત્યા કરાઈ હોવાની કબૂલાત કરતાં અને જેમાં મહેશ વીરાજી માળીએ ગાડીથી ટક્કર મારી હોવાનું અને કીર્તિ કાનાજી સાંખલા રાણપુર વાળાએ સમગ્ર હત્યાને અંજામ આપવા માટે સોપારી લીધી હોવાનું તપાસમાં ખુલ્યા બાદ પોલીસે સીએ લલિત ગણપતજી ટાંકને જેલના હવાલે કર્યા બાદ મહેશ વીરાજી માળીની પણ થોડા દિવસો બાદ ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જ્યારે સોપારી લઈ હત્યા કરાવનાર મુખ્ય સૂત્રધાર કીર્તિ કાનાજી સાંખલા ફરાર છે ત્યારે પોલીસે ચાર્જશીટ કોર્ટ સમક્ષ રજૂ કર્યા બાદ દિયોદર સેશન કોર્ટમાં આરોપી લલિત ગણપતજી ટાંક અને મહેશ વીરાજી માળીએ રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી અને ત્યારે આરોપીના વકીલ તરફથી દલીલો બાદ જામીન અરજી સામે વાંધો દક્ષાબેનના પિતા ઈશ્વરજી માળીએ વકીલ દિલીપ જે. ભાટીયા દ્વારા રજૂઆત કરવામાં આવેલ. સરકારી વકીલ ડી.વી. ઠાકોરએ પોલીસે રજુ કરેલ ચાર્જશીટના પુરાવા જાેઈ અને જસ્ટિસ કે.એસ હિરપરા સમક્ષ રજૂ કરી અને અકસ્માત સમયે ૪.૧૫થી ૮ વાગ્યા સુધી ત્રણેય આરોપીઓ એકબીજાનાં સંપર્કમાં હોવાના કોલ રેકર્ડ કોર્ટ સમક્ષ ધ્યાને આવતા કોર્ટે જે પુરાવાઓ અને મહત્વના ઘણી અને સીએ લલીત ગણપતજી ટાંક અને મહેશ વિરાજી માળીના જામીન ના મંજુર કરેલ. જાેકે મૃતક દક્ષાબેનના પિતા એ કરેલી વાંધા અરજીમાં કોર્ટ માન્ય રાખી અને ન્યાય આપતા ઈશ્વરજી માળીએ ન્યાયતંત્ર પર પૂરો ભરોસો હોવાનું જણાવી આગામી સમયમાં પણ પૂરો ન્યાય મળશે તેવી આશા વ્યક્ત કરી દિયોદર સેશન કોર્ટ જજ અને સરકારી વકીલ તેમજ તેમના અંગત વકીલના આભાર વ્યક્ત કરેલ.

હત્યાનો મુખ્ય આરોપી હજુ પોલીસ પકડથી દુર

હત્યાની સોપારી લઈને પૈસા લઈને પ્લાન ઘડનાર મુખ્ય
આરોપી કીર્તિ કાનાજી સાંખલા હજુ પોલીસ પકડથી દૂર છે. જાેકે પોલીસ હજુ સુધી આરોપી સુધી ન પહોચતા પોલીસ સામે અનેક સવાલો ઉભા થાય છે. જાેકે આરોપીને કોઈ પોલીસ અધિકારી છવરતા હોવાના કારણે પોલીસ પકડથી દૂર હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

આરોપી કીર્તિને પોલીસ સમક્ષ સરેન્ડર થવું પડે તેવી નોબત

હત્યાનો માસ્ટર માઇડ કીર્તિ કાનાજી સાંખલા ચાર્જ સિટ બાદ જામીન અરજી મૂકી આગોતરા લેવાનો પ્લાન હતો
પરંતુ દિયોદર કોર્ટએ બહુ ચર્ચિત કેસની નોંધ લઈને બન્ને આરોપીના જામીન ના મંજુર કરતા હવે કીર્તિને પોલીસ સમક્ષ સરેન્ડર થવું પડે તેવી નોબત આવી છે.અ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.