Rakhewal | 30-09-2020 Headlines

https://youtu.be/VxyHBXm0eY0
Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily

ડીસા નગરપાલિકાના ૧૦ કર્મચારી કોરોના પોઝિટિવ, આવશ્યક સેવા સિવાય કચેરીનું કામકાજ બંધ રાખવા રજુઆત

ડીસાના બજારોમાં અધિકમાસ અને કોરોના મહામારીને લઈ લોકોની અવર જવર ઘટી : દિવાળીના દિવસો પૂર્વે વેપારમાં પણ મંદીનો માહોલ.

વડગામ તાલુકા સહકારી સંઘની ૧૩ બેઠક બિનહરીફ, વર્તમાન ચેરમેન પેનલના ડિરેક્ટરોની જીત.

વડગામ તાલુકામાં ૨૦ લોકો કોરોના પોઝીટીવ : કુલ ૧૧૯ દર્દીમાંથી ૯૬ એ કોરોના સામેનો જંગ જીત્યો.

ડીસા માર્કેટયાર્ડમાં નવી મગફળીની આવક શરૂ, પ્રતિ મણ ૯૫૦ થી ૧૦૪૧ રૂપિયા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી, દર વર્ષની જેમ આ વર્ષે પણ મગફળીની આવક વધવાની શક્યતા.

ભીલડીમાં પોષણ માસની ઉજવણીમાં સોશીયલ ડિસ્ટન્સના ધજાગરા : સરકારી કર્મચારીઓ દ્વારા જ ગાઇડ લાઇનનો ભંગ.

બનાસડેરીના 9 બિન હરીફ સભ્યો સાથે શંકરભાઈ ચૌધરીએ અંબાજી મંદિરે દર્શન કર્યા.

અંબાજીમાં ભાજપના ઝંડાને લઇ રાજકારણ ગરમાયું, ભાજપ સરકાર યાત્રાધામોને પોતાની જાગીર સમજતી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ.

સાબરકાંઠા જિલ્લામાં માત્ર એક દિવસમાં ૨.૨૪ લાખ દંડ વસુલાયો : માસ્ક ન પહેરનાર અને જાહેરમાં થૂંકનારા ૨૨૪ લોકો દંડાયા.

ભરતસિંહ સોલંકી 51 દિવસ વેન્ટિલેટર પર, 101 દિવસ હોસ્પિટલમાં દાખલ રહીને કોરોનાને હરાવનારા પહેલા એશિયન.

ખાનગી સ્કૂલ-સંચાલકો માત્ર 25 % જ ફી માફી આપશે, CBSE સહિતનાં તમામ બોર્ડને લાગુ પડશે, 31 ઓક્ટો. સુધીમાં ફી ભરે તો જ 20 % માફી : સ્કૂલ સંચાલક મંડળ.

કોંગ્રેસ અને ધારાસભ્ય પદ છોડી ભાજપમાં આવેલા 8 પૂર્વ ધારાસભ્યો હવે ભાજપમાં ટિકિટ કે હોદ્દો લેવા ચક્કર કાપવા લાગ્યાં.

અમદાવાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો, શાહીબાગથી લઈ સુભાષબ્રિજ અને નરોડા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો.

બાબરી કેસમાં 32 આરોપીઓ નિર્દોષ જાહેર, લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી ૨૮ વર્ષથી લાગેલા આરોપમાંથી નિર્દોષ જાહેર થયા.

દેશમાં 9% વધુ વરસાદ સાથે 2020ના ચોમાસાની વિદાય, 120 વર્ષમાં ફક્ત 19 વાર 109% કે તેથી વધુ વરસાદ નોંધાયો.

ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડુનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો, રુટિન ટેસ્ટમાં ખબર પડ્યા બાદ હોમ ક્વોરન્ટીન કરાયા.

લદ્દાખમાં ભારત – ચીન વચ્ચે તણાવ : વાયુસેનાના પ્રમુખે કહ્યું – ઉત્તરીય મોરચા પર ન યુદ્ધ અને ન શાંતિ જેવી અસહજ પરિસ્થિતિ, અમે કોઈ પણ સ્થિતિ સામે તૈયાર છીએ.

વિશ્વમાં કોરોનાનો મૃત્યુઆંક 10 લાખ થવા અંગે યુએનના પ્રમુખે કહ્યું – કોરોનાનો હજુ અંત દેખાતો નથી, છેલ્લા ત્રણ મહિનામાં મૃત્યુ પામનારની સંખ્યા બમણી થઈ.

અમેરિકી ચૂંટણીમાં પ્રેસિડેન્શિયલ ડીબેટની પરિણામો પર ઝાઝી અસર નહીં ; આ વખતે બાઇડેન આગળ, પાછળ રહેવાની શક્યતા 5%થી પણ ઓછી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.