Rakhewal | 16-10-2020 Headlines

Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily

દાંતીવાડાના ભાખર પાસે ડીસાની મુક બધિર કિશોરીની ઘાતકી હત્યા, બાઇક ઉપર લઈ જતો શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ.

બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં કમોસમી માવઠું, સિઝન લેવા ટાંણે ખેતી પાકોને વિપરીત અસર.

લાખણી તાલુકા પંચાયત આખરે ભાજપના ફાળે, કોંગ્રેસના બે સભ્યો ગેરહાજર રહેતા કમળ ખીલ્યું.

ડીસામાંથી યુવકની લાશ મળી, મૃતક ઝેરડા ગામનો હોવાનું ખુલ્યું.

અંબાજીમાં નવરાત્રી ઘટસ્થાપન કરી જવારા વાવવામાં આવ્યા, શક્તિપીઠ પાવાગઢ અને માતાનો મઢના સહીતના મંદિરો બંધ હોવાથી અંબાજીમાં યાત્રિકોની વિશેષ ભીડ.

નવરાત્રિના પ્રથમ નોરતે શક્તિ સ્વરૂપા વિધવા બહેનોને બનાસકાંઠા, જિલ્લા વહીવટીતંત્રની ભેટ : ૩,૧૮૯ વિધવા બહેનોને સહાયના હુકમો અપાયા.

અંબાજી મુકામે કલેક્ટરના હસ્તે વ્યસનમુક્તિ સંકલ્પ અભિયાનનો પ્રારંભ, યાત્રિકોએ કલેક્ટરની ઉપસ્થિતીમાં માતાજીના ચરણમાં વ્યસન છોડવાના સંકલ્પ લીધા.

પાટણ જીઇબીના હેલ્પરને વીજ કરંટ લાગતાં મોત, પરિવાર શોકમગ્ન, ડેર ગામે ફરજ દરમ્યાન કરંટ લાગ્યો.

રાધનપુરની ગડસાઇ માઇનોર નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું, તૈયાર ખેતી પાકોને વ્યાપક નુકસાન.

સરકાર અને સી.આર.પાટીલ વચ્ચેનો વિવાદ અમિત શાહ સુધી પહોંચ્યો, બંનેને પેટાચૂંટણીમાં લાગી જવા સૂચના આપી.

આજથી ફરી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું, પ્રથમ દિવસે 2500માંથી 426 પ્રવાસીઓએ ટિકિટ બુક કરાવી.

વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણીમાં કુલ 135 ઉમેદવારે ફોર્મ ભર્યાં, અપક્ષોનો રાફડો ફાટ્યો.

સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું- ફેસ્ટિવ સીઝન અને ઠંડીમાં સંક્રમણ વધવાનો ખતરો, આગામી અઢી મહિના સૌથી વધુ કઠિન; દર્દીનો આંકડો 74 લાખને પાર.

રેલવે 600 મેલ, એક્સપ્રેસ ટ્રેન બંધ કરવાની તૈયારીમાં, નાના સ્ટેશન સહિત 10,200 સ્ટોપેજ રદ કરાશે.

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિશાસનની માંગ ફગાવાઈ, સુપ્રીમ કોર્ટે કહ્યું એક અભિનેતાના મોતથી કાયદો-વ્યવસ્થા નિષ્ફળ નથી થતા.

યુરોપમાં નવેસરથી કર્ફ્યુ – લોકડાઉનની શક્યતા, ફ્રાન્સમાં છેલ્લાં 24 કલાકમાં નવા 30 હજાર સંક્રમિતો નોંધાયા; વિશ્વમાં 3.93 કરોડ કેસ.

નોર્વેમાં 23 એકરમાં ફેલાયેલો 140 વર્ષ જૂનો આઈલેન્ડ રૂ.24 કરોડમાં વેચવા મૂકાયો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.