Rakhewal | 04-10-2020 Headlines

https://youtu.be/xf8dZ-Zvqvc
Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily

બનાસકાંઠામાં કોરોનાના વધુ ૯ કેસ સામે આવ્યા, પાલનપુરમાં ૪, વડગામમાં ૩ અને ડીસામાં ર કેસ નોંધાયા.

ડીસા ભીલડી હાઈવે પર યમદૂત બની ફરી રહેલા પશુઓએ વધુ એક આશાસ્પદ યુવાનનો ભોગ લીધો, કુપટ પાટિયા નજીક બાઈક આગળ આખલો આવી જતા એકનું મોત, એક ઘાયલ.

ડીસાની ઇન્ડેન ગેસ એજન્સીના ગોડાઉનમાંથી અંદાજે દોઢ લાખના ૧૧૪ બાટલાની ચોરી : એજન્સીના સંચાલકે અજાણ્યા શખ્સો સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી.

સતલાસણાની ધરોઈ કેનાલમાં ન્હાવા પડેલા બે કિશોરના મોત : બંનેની લાશને પીએમ અર્થે સતલાસણા આરોગ્ય કેન્દ્રમાં લવાઈ.

રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં જુગાર રમતા ૫ ગુજરાતી જુગારીઓ ઝડપાયા : ઝડપાયેલા તમામ ૫ જુગારીઓ મહેસાણાના રહેવાસી.

મહેસાણાના મેમદપુરા ગામમાં ૬ વર્ષીય બાળકનો વિકૃત હાલતમાં મૃતદેહ મળ્યો : અનૈતિક સબંધોમાં માતાના પ્રેમીએ જ બાળકની હત્યા કરી હોવાનું ખુલ્યું.

અમેરિકાના ફ્લોરિડામાં સ્ટોરમાં ઘુસી લૂંટારુઓએ વિસનગરના સેવાલીયા ગામના યુવાનની ગોળી મારી હત્યા કરી.

રાજ્ય સરકારે ૧૦ લાખ પરિવારને ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત અનાજ આપવાનો લીધો નિર્ણય : ૫૦ લાખ ગરીબ, સામાન્ય વર્ગના લોકો જરૂરતમંદ વ્યક્તિઓને રાહતદરે અનાજ વિતરણનો લાભ મળશે.

સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર જલારામ મંદિર વધુ ૮ દિવસ માટે બંધ રહેશે, કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે નિર્ણય.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું – 200 લોકો સાથે ગરબા યોજાઈ શકે, નવી ગાઈડ લાઈન મુજબ મંજૂરી આપવાની શક્યતા.

આવતીકાલે સવારે 10 વાગે JEE એડવાન્સ 2020 નું પરિણામ જાહેર થશે, તેની વેબસાઇટ પર સ્કોર કાર્ડ જોઈ શકાશે.

કોમન લો એડમિશન ટેસ્ટની ફાઈનલ ‘આન્સર કી’ જાહેર, 5 ઓક્ટોબરે મેરિટ લિસ્ટની સાથે રિઝલ્ટ આવશે.

CA ફાઇનલની પરીક્ષા નક્કી કરેલા શિડ્યૂલ પ્રમાણે જ લેવાશે, 1થી 18 નવેમ્બર દરમિયાન શિફ્ટમાં પરીક્ષાનું આયોજન થશે.

યોગી સરકારે હાથરસ કેસમાં CBI તપાસનો આદેશ આપ્યો; પીડિત પરીવાર સાથે રાહુલ-પ્રિયંકાએ બંધ રૂમમાં 50 મિનિટ વાતચીત કરી.

દેશમાં 27 દિવસથી દરરોજ સરેરાશ 1 હજારથી વધારે મૃત્યુ, જો આ ઝડપ રહેશે તો ભારત જાન્યુઆરી 2021માં બીજા અને ઓગસ્ટ બાદ પ્રથમ નંબર પર હશે.

રેલવે સ્ટેશન પર મળશે ગરમાગરમ તાજું ખાવાનું, તહેવારોને ધ્યાનમાં રાખીને 31 ઓક્ટોબર સુધી સુવિધા ઉપલબ્ધ રહેશે.

બ્રાઝિલમાં ગરમીએ 109 વર્ષનો રેકોર્ડ તોડ્યો, બીજી તરફ ફ્રાન્સમાં ભારે વરસાદથી 20નાં મોત, 8 લાપતા, અનેક ઘર તણાઈ ગયાં.

ચીને નેપાળ પાસેથી 512 પ્રોડક્ટ્સ ઈમ્પોર્ટ કરવા સમજૂતી કરી હતી, હવે ફક્ત 188 પ્રોડક્ટ્સ આયાત કરવાની યાદી આપી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.