પાટણ કલેકટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં ચૂંટણીલક્ષી પૂર્વ તૈયારીઓની ચર્ચા કરવામાં આવી

પાટણ
પાટણ

પાટણ જિલ્લા સેવા સદન પાટણ ખાતે મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીના અધ્યક્ષસ્થાને લોકસભા ચૂંટણી-2024ને ધ્યાનમાં રાખીને ઝોનલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ બેઠકમાં પાટણ, બનાસકાંઠા અને મોરબીના કલેક્ટર, પોલીસ અધિકક્ષક તેમજ નિવાસી અધિક કલેક્ટરઓ પાસેથી મુખ્ય ચૂંટણી અધિકારીએ ચૂંટણીની પૂર્વ તૈયારીઓ અંગે માહિતી મેળવી હતી.પાટણ, બનાસકાંઠા અને મોરબીના કલેક્ટરઓ દ્વારા પીપીટી પ્રેઝન્ટેશન મારફતે જિલ્લા પ્રોફાઈલથી લઈને જિલ્લા સીટ તેમજ મતદારોની સંખ્યા, તેમના માટે કરવામાં આવેલ વ્યવસ્થા વગેરે જેવે બાબતોથી પી.ભારતીને અવગત કર્યા હતા. આજની બેઠકમાં વિવિધ મુદ્દાઓની લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.


ઝોનલ બેઠકમાં જિલ્લા પ્રોફાઈલ, ઈલેક્ટોરલ રોલ, ઈલેક્ટોરલ પ્રોફાઈલ, જેન્ડર રેશિયો, EPIC, પોલીંગ સ્ટેશન પ્રોફાઈલ, પોલીંગ સ્ટેશન લોકેશન, ઈવીએમ ડેમોસ્ટ્રેશન માટેની તૈયારીઓ, સ્વીપ પ્રવૃતિઓ, લોકસભા ચૂંટણી માટે સ્ટાફ, સ્ટાફ માટેની પૂર્વ તૈયારીઓ, સ્ટાફ માટે કરવાની થતી પૂર્વ તૈયારીઓ, મતદારો માટેની વ્યવસ્થાઓ, દિવ્યાંગ મતદાર માટેની વ્યવસ્થાઓ, ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા, ડિસ્પેચ-રીસીપ્ટ-સ્ટ્રોંગ રૂમ અને ટ્રેનિંગ સેન્ટરની સિક્યોરીટી માટેની વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થા અંગેની વિગતો, સંવેદનશીલ મતદાન મથકો, ચૂંટણી ખર્ચની વિગતો, સી-વિજીલની ઉપયોગીતા અંગે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીથી લઈને અત્યારસુધીની માહિતી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતી દ્વારા લોકસભા ચૂંટણીની પૂર્વ તૈયારીઓને લઈને સુચનો પણ કરવામાં આવ્યા હતા. ખાસ કરીને ચૂંટણીમાં કામ કરતા સ્ટાફ માટેની વ્યવસ્થા અંગે પૂરતુ ધ્યાન રાખવા, સ્ત્રી મતદારો વધુમાં વધુ મતદાન કરે, 18 વર્ષથી ઉપરના યુવા મતદારો મતદાન કરવા માટે આગળ આવે, વૃદ્ધો તેમજ દિવ્યાંગો મતદાન કરવામાં પાછળ ન રહી જાય તેમજ તેઓ માટે જરૂરી એવી તમામ વ્યવસ્થા કરવા માટે સુચન કર્યું હતુ. તેમજ સી-વિજીલ માટે વધુમા વધુ પ્રચાર-પ્રસાર કરવો, સોશિયલ મિડીયા પર આઈકન્સ દ્વારા પ્રચાર-પ્રસાર કરાવવો, વગેરે જેવી તમામ નાની-નાની બાબતો પર મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા ભાર મુકવામાં આવ્યો હતો.આજની ઝોનલ બેઠકમાં જોઈન્ટ સીઈઓ એ.પી.પટેલ, સીઈઓ કચેરીના ડેપ્યુટી સેક્રેટરી, એડિશનલ કલેક્ટર, પાટણ જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, બનાસકાંઠા કલેક્ટર વરૂણ બરનવાલ તેમજ મોરબી કલેક્ટર જી.ટી.પંડ્યા, પાટણ પોલીસ અધિકક્ષક રવિન્દ્ર પટેલ, બનાસકાંઠા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, મોરબી પોલીસ અધિકક્ષક રાહુલ ત્રિપાઠી, પાટણ નિવાસી અધિક કલેક્ટર બી.એસ.પટેલ, બનાસકાંઠા નિવાસી અધિક કલેક્ટર, તેમજ મોરબી નિવાસી અધિક કલેક્ટર તેમજ ત્રણે જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી તેમજ અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.