બાંગલાદેશ નાદારીના આરે જોવા મળ્યું,વિરોધમાં હજારો લોકો રસ્તા પર ઉતર્યા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

બાંગ્લાદેશ સરકારના વિરોધમાં અને વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામા અંગે હજારો લોકો ઢાકામાં રસ્તાઓ પર ઉતરી આવી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.ત્યારે દેશમાં વધતા જતા રાજકીય તણાવ,વધતી જતી મોંઘવારી અને દેશની ખસતી જતી અર્થવ્યવસ્થા વચ્ચે દેખાવકારોએ ચૂંટણી કરાવવાની માંગ કરી છે.જેમાં કોવિડ મહામારીમાં બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા વિકાસના માર્ગે આગળ વધી રહી હતી અને તેણે વિકાસ જાળવી રાખ્યો હતો.આ દરમિયાન ગત નવેમ્બર મહિનામાં બાંગ્લાદેશે અંતરરાષ્ટ્રીય નાણાંકીય ભંડોળ પાસે મદદ માંગી હતી,જેને આઈ.એમ.એફએ મંજુરી આપી હતી.જેમાં આઈ.એમ.એફએ બાંગ્લાદેશને રૂ.4.5 અબજ ડોલરની આર્થિક સહાય આપશે.આમ વર્તમાનમાં બાંગ્લાદેશમાં સ્થિતિ વિપરીત જોવા મળી રહી છે.આ દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી વધતી આર્થિક કટોકટીનો ફાયદો ઉઠાવવા અવામી લીગ સરકાર અને તેના નેતા શેખ હસીનાને ઘેરી રહી છે.જેમાં દેશભરમાં ઘણી સરકાર વિરોધી રેલીઓ કરી રહી છે.બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા પાટા પરથી ઉતરવા પાછળ રશિયા-યૂક્રેન યુદ્ધ પણ જવાબદાર છે.આ દેશમાંથી થતી નિકાસ યુદ્ધનો શિકાર બની ગઈ છે.આમ વર્ષ 2011થી 2021 સુધીમાં બાંગ્લાદેશનું કુલ વિદેશી દેવું 238 ટકા વધીને 91.43 અબજ ડોલર થયું છે.આ સમયગાળા દરમિયાન શ્રીલંકાનું દેવું 119 ટકા વધ્યું હતું અને તે હજુ પુરુ થયું નથી.આમ બાંગ્લાદેશમાં મોંઘવારીનો દર નવેમ્બર મહિનામાં લગભગ 9 ટકાએ પહોંચ્યો હતો,જેના કારણે હજારો બેરોજગાર ગાર્મેન્ટ કામદારો ભૂખમરાની સ્થિતિમાં જીવી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.