ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી બદલાતા પી.ભારતીની નિમણૂક કરવામા આવી

ગુજરાત
ગુજરાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકીય માહોલ જામ્યો છે. રાજ્યમાં કેન્દ્રીય નેતાઓની અવર જવર વધવા માંડી છે.જેમા વડાપ્રધાન મોદીથી લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના પ્રભારીની સતત અવરજવરથી વહેલી ચૂંટણી યોજવાના સંકેતો મળી રહ્યાં છે.ત્યારે વર્તમાનમા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી અનપુમ આનંદની અચાનક બદલી કરવામાં આવી છે.ત્યારે તેમના સ્થાને નવા ચૂંટણી અધિકારી તરીકે 2005ના આઇએએસ અધિકારી પી.ભારતીની નિમણૂંક કરાઈ છે.મૂળ બિહારના વતની એવા અનુપમ આનંદ 2000ની બેચના આઇએએસ કેડરના અધિકારી છે.આ અગાઉ તેઓ સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી,જામનગર મ્યુનિસિપલ કમિશનર અને ડાંગ જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બચાવી ચૂક્યા હતા.ત્યારબાદ વર્ષ 2021ના મે મહિનામાં તેમની ચૂંટણી અધિકારી તરીકે નિમણૂંક કરવામા આવી હતી. હવે તેમની બદલી કરી નાખવામાં આવી છે.તેમની જગ્યાએ 2005ના આઇએએસ અધિકારી પી.ભારતીને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.આમ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ટુંકસમયમાં જાહેર થઈ શકે છે.કલેક્ટર ઓફિસથી સરકારી કર્મચારીઓની વિગતો મંગવાઈ રહી છે.સરકારી કર્મચારીઓનું હાલનું સરનામું, વતનનું સરનામું વગેરે જેવી માહિતી ચૂંટણીપંચ મંગાવી રહ્યું છે.કલેક્ટર કચેરીઓમાંથી જિલ્લા-શહેરોમાં કામ કરતા કર્મચારીઓના ચૂંટણીકાર્ડ નંબર પણ મંગાવવામાં આવ્યા છે.જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે કલેક્ટર ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવે છે.બીજીતરફ ચૂંટણી પંચે ચૂંટણીમાં ફરજ માટે કર્મચારીઓની યાદી મંગાવી લીધી હતી.આમ 13 એપ્રિલ સુધી તમામ વિગત ચૂંટણી પંચને મોકલી દેવામાં આવી છે.આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.મોંઘવારી સામે કોંગ્રેસે મુદ્દા ઉઠાવ્યા છે.બીજીતરફ આમ આદમી પાર્ટીએ શિક્ષણના સળગતા મુદ્દાને લઈ સરકારને ઘેરવાની કોશિષ કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.