આમિર ખાન મહાભારત પર ફિલ્મ બનાવવાથી કેમ ડરે છે?

ફિલ્મી દુનિયા

મુંબઈ, લગભગ એક દશકા પહેલા બોલિવુડ એક્ટર આમિર ખાને હિન્દુ મહાકાવ્ય મહાભારતને ફિલ્મી પડદે ઉતારવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ એક્ટરનું આ સપનું હજી હકીકત નથી બન્યું. હાલ આમિર ખાન અપકમિંગ ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાના પ્રમોશનમાં વ્યસ્ત છે. ત્યારે તે મીડિયાને મળતો રહે છે. આવા જ એક ઈન્ટરવ્યૂમાં આમિર ખાનને ‘મહાભારત’ અંગે પૂછવામાં આવ્યું હતું.

આમિરે જણાવ્યું કે, તેને આ ફિલ્મ બનાવતા ડર લાગી રહ્યો છે. આમિર ખાને ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં કહ્યું, “જ્યારે તમે ‘મહાભારત’ બનાવવાનું વિચારો ચો ત્યારે તમે ફિલ્મ નથી બનાવતા પણ યજ્ઞ કરો છો. આ માત્ર ફિલ્મ નથી તેનાથી ઘણી ઊંડી બાબત છે. હું હાલ તેના માટે તૈયાર નથી. હું આ પ્રોજેક્ટને આગળ વધારવામાં ડરી રહ્યો છું. મહાભારત તમને ક્યારેય નીચું નહીં દેખાડે પરંતુ તમે તેના માટે તુચ્છ સાબિત થઈ શકો છો.

આમિર ખાને ‘મહાભારત’ને પોતાનો ડ્રીમ પ્રોજેક્ટ ગણાવ્યો હતો. તેણે કહ્યું હતું, “આ મહેચ્છા છે. આ પ્રોજેક્ટ ખૂબ મોટો છે. મારા માટે આ ડ્રીમ પ્રોજેક્ટ છે. જાે હું આજે આ ફિલ્મ બનાવવાનું નક્કી કરું તો મારે ૨૦ વર્ષ તેને આપવા પડે. એટલે જ મને ડર લાગે છે. જાે હું બનાવવાનું નક્કી કરીશ તો પાંચ વર્ષ તો રિસર્ચમાં જ જતા રહેશે અને પછી બીજાે સમય તેને અમલમાં મૂકવામાં કારણકે તેનું મટિરિયલ ખૂબ ઉત્સાહિત કરનારું છે.

તાજેતરમાં જ આમિર ખાને ખુલાસો કર્યો હતો કે, ‘લાલ સિંહ ચઢ્ઢા’ બનાવતા તેને ૧૪ વર્ષ લાગ્યા. “હા, આ ફિલ્મ બનતા લાંબો સમય લાગ્યો. ચોક્કસ આંકડો કહું તો ૧૪ વર્ષ અને તેમાંથી ૮-૯ વર્ષ તો રાઈટ્‌સ મેળવવામાં લાગ્યા”, તેમ એક્ટરે જણાવ્યું. ઉલ્લેખનીય છે કે, અદ્વૈત ચંદનના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મમાં આમિર ઉપરાંત કરીના કપૂર, નાગા ચૈતન્ય અને મોના સિંહ પણ છે. ફિલ્મ ૧૧ ઓગસ્ટે રિલીઝ થવાની છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.