ઉર્વશી રૌતેલાએ કોરોના વિરુદ્ધ લડાઈ માટે પાંચ કરોડ રૂપિયા કર્યા દાન

ફિલ્મી દુનિયા

રખેવાળ, મુંબઈ
બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા એ કોરોના વાયરસ મહામારી વિરુદ્ધ લડાઈ માટે પાંચ કરોડ રૂપિયા દાન કર્યાં છે. તેનું કહેવું છે કે આપણે એક સાથે આવવાની જરૂર છે અને કોઈપણ દાન નાનું નથી. હાલમાં ઉર્વશીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના પ્રશંસકોને વર્ચુઅલ ડાન્સ માસ્ટરક્લાસનું આયોજન કરવાની જાણકારી આપી હતી. તેનું સત્ર તે બધા માટે ફ્રીમાં છે જે પોતાનું વજન ઘટાડવા અને નૃત્ય શીખવા ઈચ્છે છે.

ઇન્સ્ટાગ્રામ પર ઉર્વશી રૌતેલા એ જણાવ્યું કે, તે સત્રમાં જુમ્બા, તબતા અને લેટિન ડાન્સ શીખવાડશે. ટિકટોક પર ડાન્સ માસ્ટરક્લાસે તેને ૧.૮ કરોડ લોકોને સાથે જાડ્યા હતા. તેનાથી ઉર્વશીને પાંચ કરોડ રૂપિયા મળ્યા, આ રકમ તેણે કોરોના વાયરસ વિરુદ્ધ લડાઈમાં દાન કરી દીધી છે.

તેણે હું બધાની આભારી છું, જે પણ તે કરી રહ્યં છે ન માત્ર અભિનેતાઓ, રાજનેતાઓ, સંગીતકારો કે પ્રોફેશનલ એથલીટો માટે પરંતુ સામાન્ય જનતા માટે પણ, કારણ કે આપણે બધાએ એક સાથે રહેવાની જરૂર છે અને બધાના સમર્થનની પણ જરૂર છે. કોઈ દાન નાનું નથી હોતું. આપણે સાથે મળીને દુનિયાને હરાવી શકીએ છીએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.