પાલનપુર અને વડગામમાં ત્રણ લોકોના એટીએમ કાર્ડ બદલી નાણાં ઉપાડનાર : વડગામ પોલીસે ઝડપી લીધો

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર અને વડગામમાં ત્રણ લોકોના એટીએમ કાર્ડ બદલી નાણાં ઉપાડનારા અમદાવાદના શખ્સને વડગામ પોલીસે ઝડપી લીધો હતો. વડગામ તાલુકાના વરવાડીયા ગામના ઘેમરપુરી શંભુપુરી ગૌસ્વામી વડગામના એટીએમમાં નાણાં ઉપાડવા ગયા હતા. ત્યારે અજાણ્યો શખ્સ એટીએમ બદલી દીધુ હતુ. અને 52,749 ઉપાડી લીધા હતા. આ અંગે વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન પોલીસે હ્યુમન સોર્સથી તપાસ કરતાં એટીએમ બદલી નાણાં ઉપાડતો અમદાવાદ વેજલપુરની ફેલેસ સોસાયટીમાં રહેતો સાહિલભાઇ લાલમહમદભાઇ મેમણને ઝડપી લીધો હતો.

પાલનપુરના બે વ્યક્તિના એટીએમ બદલાયા: પાલનપુર બિહારીબાગ વિસ્તારમાં રહેતા મહેશભાઇ મોહનભાઇ રબારી 2 જાન્યુઆરી 2024ના દિવસે અમીરરોડ બેંક ઓફ બરોડાના એટીએમમાં નાણાં ઉપાડવા ગયા હતા. ત્યારે અજાણ્યો શખ્સે એટીએમ કાર્ડ બદલી રૂપિયા 54,800 ઉપાડી લીધા હતા. જ્યારે હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા રેવતસિંગ પુરસીંગ રાજપૂત મુવીવલ્ડ થિયેટર નજીક એ. ટી.એમમાં નાણાં ઉપાડવા ગયા ત્યારે અજાણ્યા શખ્સે કાર્ડ બદલી રૂપિયા 1 લાખ ઉપાડી લીધા હતા.

કબજે કરેલ મુદામાલ- અલગ અલગ બેન્કના ATMCARD નંગ-209જેમાં

SBI BANK -47

BOI BANK -18

UNIUON BANK-15

ICICI BANK-20

HDFC BANK-14

BANAS BANK-09

BANK OF BARODA (BOB)-21

AXIS BANK- 12

KOTAK BANK-08

OTHER BANKS-54

(2) મારૂતિ સુઝુકી વેગન-આર કાર નં.GJ-07-BN-0821 કિમત રૂ.૧,૦૦,૦૦૦/-

(3) રોયલ એનફિલ્ડ બુલેટ GJ-01-VZ-1786 નંગ-૦૧ કિમત રૂ.૧,૦૦,૦૦૦/-


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.