સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસીની જાનનું ટ્રેલર રિલીઝ

ફિલ્મી દુનિયા

મુંબઈ, સલમાન ખાન કિસી કા ભાઈ કિસીની જાન ના ટાઈટલ સાથે નવી ફિલ્મ લઈને આવી રહ્યો છે. ખૂબ લાંબી રાહ દેખાડયા બાદ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. સલમાન ખાનના ફેન્સને જે ગમે છે, તે તમામ વસ્તુ આ ફિલ્મમાં સાંકળી લેવામાં આવી છે. રોમાંસ, ડ્રામા અને એક્શનથી ભરપુર આ ફિલ્મમાં સલમાન ખાન એક અલગ જ અવતારમાં જોવા મળે છે. આ ફિલ્મમાં સલમાનભાઈની લેડી લવ પૂજા હેગડેને દેખાડવામાં આવી છે. પૂજા હેગડેની કયૂટનેસ પર ફેન્સ દિવાના થઈ ગયા છે.

અત્યાર સુધી ફિલ્મના મેકર્સ ગીતોથી દર્શકોનો ઉત્સાહ વધારી રહ્યા હતા. વેલેન્ટાઈન દિવસ પર ફિલ્મનું પ્રથમ ગીત ‘નાઈયો લગદા’ રિલીઝ કરવામાં આવ્યુ હતુ, ત્યાર બાદ ‘બિલ્લી બિલ્લી’ ,’જી રહે થે હમ’ ગીત રિલીઝ કરવામાં આવ્યુ હતુ. ગીત રિલીઝ થયા બાદ સલમાન ખાને ફિલ્મનો ફ્લેવર જ ચેન્જ કરી દીધો હતો. ‘કિસી કા ભાઈ કિસી કી જાન’માં બે ગીતોBathukammaઅનેYentammaતેલુગૂ ભાષમાં છે. આ ગીત જોઈને સલમાનખાનના ફેન્સ ખુશ પણ છે અને કન્ફયૂઝ પણ હતા.

જો કે, ટ્રેલર લોન્ચ થયા બાદ હવે તમામ વસ્તુ સ્પષ્ટ થઈ ગયુ હતુ. ટ્રેલરની શરૂઆતમાં સલમાન ખાનથી થાય છે. સલમાન ખાન જણાવે છે કે, તેનું કોઈ નામ નથી. લોકો તેને ભાઈજાનના નામે ઓળખે છે. ભાઈજાનની જિંદગીમાં આવે છે પૂજા હેગડે, ધીમે ધીમે પૂજા હેગડે ભાઈજાનના પ્રેમમાં પડી જાય છે. પૂજા ભાઈજાનને પોતાના ભાઈ વેંકટેંશને મળાવે છે, જે હિંસાને પસંદ કરતો નથી. પરંતુ વેંકટેશની જિંદગીમાં એક વિલેન છે, જે તેને અને તેના પરિવારને ખતમ કરવાના પ્રયત્ન કરી રહ્યો છે.

આ પરિસ્થિતિમાં ભાઈજાન પોતાના લેડીલવ અને તેના પરિવારને બચાવતો જોવા મળે છે. ફિલ્મમાં સલમાન ખાન, વિલન બનેલા એક્ટર જગપતિ બાબૂ અને વિજેન્દ્રસિંહની ખૂબ મારે છે અને હથોડાથી ગુંડાઓને ભગાડતા જોવા મળી રહ્યા છે. સલમાન ખાન ફરી એકવખત સ્વૈગ અને એક્શન સાથેના અવતારમાં મોટી સ્ક્રીન પર પરત ફરી રહ્યો છે.સલમાન પોતાની સ્ટાઈલમાં રોમાન્સ કરતો પણ જોવા મળી રહ્યો છે તે ટ્રેલરમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. કિસી કા ભાઈ, કિસી કી જાનનું ટ્રેલર એકદમ મસ્ત છે,

એકદમ મસાલાથી ભરપૂર છે.ટ્રેલર રિલીઝ થયા બાદ સલમાન ખાનના ફેન્સ એકદમ ખુશ થઈ ગયા હતા. ફેન્સનું કહેવુ છે કે, ભાઈજાનની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ ધુમ મચાવશે અને સલમાન ખાનના એક્શન ફિલ્મ લોકોના હોશ ઉડાવી દેશે. સલમાન ખાન એક મુક્કામાં બિલ્ડિંગ પાડી દે છે તે સીન હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.