ફરાહ ખાને રેસ્ટોરાંમાં તોડી તમામ પ્લેટ્‌સ, ૩ બાળકોએ પણ સાથ આપ્યો

ફિલ્મી દુનિયા

મુંબઈ, બોલિવૂડ ફિલ્મમેકર ફરાહ ખાને સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર એક ફની વિડીયો શેર કર્યો છે કે જેમાં તે બાળકો સાથે મળીને પ્લેટ્‌સ તોડતી જાેવા મળી રહી છે. આ વિડીયો શેર કરતા ફરાહ ખાને લખ્યું કે દિલ તોડવા કરતા તો સારું છે કે તમે પ્લેટ્‌સ તોડો. પણ, હવે આ કચરો કોણ સાફ કરશે. આ વિડીયોમાં ત્રણ બાળકો અને ફરાહ ખાનના હાથમાં કેટલીક પ્લેટ્‌સ જાેવા મળી રહી છે. જે તેઓ અન્ય પ્લેટ્‌સની મદદથી તોડી રહ્યા છે. પોપ્યુલર બોલિવુડ કોરિયોગ્રાફર, ફિલ્મમેકર અને રિયાલિટી શોની જજ ફરાહ ખાને ૪૩ વર્ષની ઉંમરે ૈંફહ્લ ટેકનોલોજી દ્વારા મા બનવાના પોતાના ર્નિણય પર એક ઓપન લેટર લખ્યો હતો.

ફરાહ ખાન અન્યા, કઝાર અને ડીવા નામના ત્રણ બાળકોની માતા છે અને તેના ત્રણેય બાળકો ટ્રિપલેટ્‌સ છે. ફરાહ ખાને સોશિયલ મીડિયા પર શેર કરેલા ઓપન લેટરના કેપ્શનમાં લખ્યું હતું કે, ‘આપણી પસંદ આપણને બનાવે છે. હું ૪૩ વર્ષની ઉંમરે ૈંફહ્લ મોમ બની. મેં જે કર્યું તે વાતની મને ખુશી છે. ‘એક દીકરી, પત્ની અને મા હોવા તરીકે મારે મારા ર્નિણયો લેવાના હતા. જેના કારણે હું કોરિયોગ્રાફર બની, ફિલ્મમેકર બની અને પ્રોડ્યૂસર બની. દરેક વખતે મને લાગ્યું કે હું સાચી છું. પછી મેં મારા અંદરના અવાજને સાંભળ્યો અને તે પ્રમાણે આગળ વધી, તે પછી મારા કરિયરની વાત હોય કે મારા પરિવાર. આપણે લોકો શું કહેશે તેના વિશે વધારે વિચારીએ છીએ, આપણે ભૂલી જઈએ છીએ કે આ આપણું જીવન છે તેથી આપણે માત્ર આપણી વાત સાંભળવાની છે.

આજે હું મારા ર્નિણયના કારણે ત્રણ બાળકોની મા છું. હું મા ત્યારે બની જ્યારે આ માટે તૈયાર હતી. ત્યારે નહીં જ્યારે સમાજે તેની માગ કરી અથવા તેમને લાગ્યું કે આ પ્રેગ્નેન્ટ થવા માટેની યોગ્ય ઉંમર છે. સાયન્સનો આભાર કે હું પોતાની ઉંમરમાં ૈંફહ્લ દ્વારા આવું કરવામાં સફળ રહી. આજે તે જાેઈને સારું લાગે છે કે ઘણી મહિલાઓ ડર્યા વગર આમ કરવાનો ર્નિણય લઈ રહી છે. જે મહિલાઓ માતા બનવા માગે છે તે તમામનું માતૃત્વ સારુ રહેશે તેવું હું વિશ કરું છું- તે પછી નેચરલ રીતે હોય કે અન્ય કોઈ રીતે. હંમેશા યાદ રાખજાે, આ મહિલાની પોતાની પસંદ છે’. ફરાહ ખાન બોલિવૂડની જાણીતી ડિરેક્ટર, પ્રોડ્યુસર, કોરિયગ્રાફર છે. ફરાહ ખાને ડિરેક્ટ કરેલી ફિલ્મોમાં ‘મેં હૂં ના’, ‘ઓમ શાંતિ ઓમ’, ‘તીસ માર ખાન’, ‘હેપ્પી ન્યૂ યર’નો સમાવેશ થાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.