દેબિના અને ગુરમીતે સેલિબ્રેટ કર્યો દીકરી લિયાનાનો બર્થ ડે

ફિલ્મી દુનિયા

મુંબઈ, ટીવી કપલ દેબિના બેનર્જી અને ગુરમીત ચૌધરી આમ તો બે દીકરીઓના માતા-પિતા છે. જો કે, તેમના માટે એપ્રિલ મહિનો હંમેશા માટે સ્પેશિયલ રહેશે. કારણ કે, ૨૦૨૨ના આ જ દિવસે તેમના ઘરે લગ્નજીવનના ૧૦ વર્ષ બાદ પહેલીવાર પારણું બંધાયું હતું. ઘરમાં બાળકની કિલકારી ગૂંજે તે માટે તેઓ પાંચ વર્ષથી પ્રયાસ કરી રહ્યા હતા અને આ માટે તેમણે બે વખત આઈવીએફ તેમજ અન્ય કેટલીક મેડિકલ પ્રોસેસનો પણ આશરો લીધો હતો. દેબિના અને ગુરમીતની મોટી દીકરીનું નામ લિયાના છે,

જે એક વર્ષની થઈ ગઈ છે. કપલે તેનો બર્થ ડે મુંબઈમાં નહીં પરંતુ એક્ટ્રેસના વતન કોલકાતામાં કર્યું હતું. સોશિયલ મીડિયા પર તેની તસવીરો વાયરલ થઈ રહી છે. લિયાના ચૌધરીનો જન્મદિવસ જંગલ થીમ પર સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ‘બર્થ ડે ગર્લ’એ પાર્ટીમાં વ્હાઈટ કલરના ફ્રોકની સાથે હેર બેન્ડ લગાવી હતી તો દેબિના બેનર્જીએ લાઈટ પિંક કલરનું ફ્રોક પહેર્યું હતો. આ સિવાય ગુરમીત વ્હાઈટ શર્ટ, મેચિંગ બ્લેઝર અને બ્લેક પેન્ટમાં હેન્ડસમ લાગતો હતો. એક્ટ્રેસે એક તસવીર તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી છે અને લખ્યું છે ‘તમારા બાળકને મોટું થતું જોવાથી અદ્દભુત વાત બીજી કોઈ નથી.

અમારા શ્રેષ્ઠ આશીર્વાદને પહેલા જન્મદિવસની શુભકામના’. બીજી તસવીરમાં લિયાના સિંહ અને કાથીના પ્રોપ સાથે પોઝ આપી રહી છે, જેના બેકગ્રાઉન્ડમાં સુંદર ડેકોરેશન જોઈ શકાય છે. લિયાનાનો પહેલો બર્થ ડે ખાસ બની રહે તે માટે દેબિના ઘણા સમયથી તૈયારી કરી રહી હતી. તેણે પરિવારના ચારેય સભ્યો માટે આઉટફિટ તૈયાર કરાવવા પણ ઘણી મહેનત કરી હતી. આ અંગેની વાત તેણે તેના એક યૂટયૂબ ચેનલ પર જણાવી હતી. દેબિના અને ગુરમીતની ખાસ ફ્રેન્ડ જીવિતા ઓબરોયે પણ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાંથી એક તસવીરમાં લિયાનાના ચહેરા પર કેક લાગેલી છે અને તેમા તે ખૂબ જ કયૂટ લાગી રહી છે.

તેના માટે ડોલ શેઈપ કેક લાવવામાં આવી હતી. આ પોસ્ટમાં તેની ઝલક દેખાડતી પણ એક તસવીર છે. જેમાં પાંચ મહિનાની દિવિશાએ મોટી બહેન સાથે ટ્વિનિંગ કર્યું છે અને તેનું ધ્યાન કેમેરા તરફ છે. એક તસવીરમાં લિયાના કંઈક જોઈને આશ્ચર્ય વ્યક્ત કરી રહી છે તો દેબિનાનું ધ્યાન તેના તરફ છે. કેપ્શનમાં લખ્યું છે ‘આ સેલિબ્રેશન ખૂબ ખૂબ ખાસ રહ્યું કારણ કે તે અમારા જીવનનો પ્રેમ છે. પહેલા જન્મદિવસની શુભેચ્છા મારી લિઉ. ખૂબ બધો પ્રેમ અને આશીર્વાદ. આઈ લવ યુ. જણાવી દઈએ કે, દેબિના બેનર્જી અને ગુરમીત ચૌધરીની પહેલી મુલાકાત ‘રામાયણ’ના સેટ પર થઈ હતી. સાથે કામ કરતાં પ્રેમ પાંગર્યા બાદ બંનેએ ૨૦૧૧માં લગ્ન કર્યા હતા. એપ્રિલ ૨૦૨૨માં તેમના ઘરે દીકરી લિયાનાનો જન્મ થયો હતો. જે બાદ એક્ટ્રેસને તરત જ પ્રેગ્નેન્સી રહી ગઈ હતી અને નવેમ્બરમાં દિવિશાને જન્મ આપ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.