૬૬ વર્ષની ઉંમરે અનિલ કપૂરએ માઈનસ ૧૧૦ ડિગ્રીમાં શર્ટલેસ થઈને કર્યું વર્કઆઉટ

ફિલ્મી દુનિયા

મુંબઈ, હાલમાં જ ધર્મેન્દ્રનો ૮૭ વર્ષની વયે વર્કઆઉટ કરતો વિડીયો સામે આવ્યો હતો. જે જોઈને લોકોએ તેમની તંદુરસ્તીના વખાણ કર્યા હતા. હવે બોલિવુડના સૌથી ફિટ એક્ટર્સ પૈકીના એક અનિલ કપૂરનો વિડીયો સૌને આશ્ચર્યમાં મૂકી રહ્યો છે. અનિલ કપૂર હાલ આગામી ફિલ્મ ‘ફાઈટર’ની તૈયારીમાં લાગેલા છે. થોડા દિવસ પહેલા જ અનિલ કપૂરે માસ્ક પહેરીને ટ્રેડમિલ પર દોડતો એક વિડીયો શેર કર્યો હતો. હવે તેમણે ૧૧૦ ડિગ્રી તાપમાનમાં કાર્ડિયો કરતો વિડીયો શેર કર્યો છે.

અનિલ કપૂરે શર્ટલેસ થઈને આ વર્કઆઉટ કર્યું હતું, જે જોઈને સૌ આશ્ચર્યમાં મૂકાયા હતા. અનિલ કપૂરે પોતાનો વર્કઆઉટ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતાં લખ્યું, નોટી જ્ર ૪૦નો સમય ગયો, હવે સેક્સી@60નો ટાઈમઆવ્યો છે. અનિલ કપૂરના આ વિડીયો પર ટિસ્કા ચોપરાથી લઈને જેકી શ્રોફ, નીતૂ કપૂર, કાર્તિક આર્યન, શિલ્પા શેટ્ટી, ભૂમિ પેડનેકર સહિત કેટલાય સેલેબ્સે પ્રતિક્રિયા આપી છે. જણાવી દઈએ કે, અનિલ કપૂર ફેટ ઓછું કરવા અને ફિટ દેખાવા માટે કાયરોથેરાપી લઈ રહ્યા છે.

આને કોલ્ડ થેરાપી પણ કહેવાય છે. જોકે, આ થેરાપીને પ્રોફેશનલ એક્સપર્ટની સલાહ અને તેમની દેખરેખ હેઠળ જ લેવી જોઈએ. અનિલ કપૂરના આ વિડીયો જોઈને ફેન્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે. તેઓ સ્તબ્ધ છે. અનિલ કપૂરની પત્ની સુનિતા અને દીકરી રિયાએ પણ પ્રતિક્રિયા આપી છે. કપિલ શર્મા પણ પોતાને પ્રતિક્રિયા આપતાં ના રોકી શકયો. તેણે કહ્યું- મારે પણ કરવું છે. જવાબમાં અનિલ કપૂરે લખ્યું- ચલો મારી સાથે જુલાઈમાં. સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બની રહેલી ‘ફાઈટર’ ૨૦૨૪માં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને હૃતિક રોશન લીડ રોલમાં છે. આ એક્શન ફિલ્મમાં કરણ સિંહ ગ્રોવર અને અક્ષય ઓબેરોય પણ દેખાશે. આ ફિલ્મ ૨૦૨૪માં રિલીઝ થવાની છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.