બનાસકાંઠામાં 827 ગામોના 27063 પશુઓમાં સંક્રમણ ફેલાયું, 563 પશુઓના મોત

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાઇરસ પશુઓમાં જોવા મળતા વહીવટી તંત્ર દોડતું થયું છે. જેમાં આજે નવા 892 પશુઓ ઉપર રોગની અસર જોવા મળી છે. આજે 21 જેટલાં પશુઓના મોત નીપજ્યા છે. જિલ્લાના કુલ 14 તાલુકાઓમાં પશુ ઉપર લમ્પી વાઇરસની અસર જોવા મળી છે. જેમાં કુલ જિલ્લાના 827 ગામોમાં પશુઓમાં લમ્પી વાઇરસ અસર થઇ છે. અત્યાર સુધી કુલ 27063 પશુઓને લંપી વાઇરસની ઝાપેટમાં આવ્યા છે જેમાં અત્યાર સુધી 563 પશુઓના મોત નિપજ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.