થરાદમાં પરિણીતાના આપઘાત કેસમાં પતિને સાત વર્ષની સજા

રખેવાળ ન્યુઝ થરાદ
થરાદના શિવનગર વિસ્તારમાં રહેતા ચમન કાનજી પરમાર પોતાની ૨૫ વર્ષીય  પરણિત પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપતાં પત્ની ભાવના પરમારે વર્ષ ૨૦૧૭માં આપઘાત કરી મોતને ભેટી હતી આથી મૃતક મહિલાના પિતા જયંતીલાલ અમથીભાઈ  પરમાર રહે, ગીતા મંદિર અમદાવાદવાળાએ  થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુન્હા રજીસ્ટર નંબર ૧૧૮/૨૦૧૭ ઇપીકો કલમ ૩૦૬ મુજબ ગુન્હો નોંધી આરોપીની અટકાયત કરેલ હતી જેનો સેશન્સ કોર્ટ કેશ નંબર ૮૮/૨૦૧૮  માં દાખલ થતાં  નામદાર સેશન્સ કોર્ટ થરાદમાં સોમવારે જજમેટ ચાલી જતાં એડિશનલ જજ  બી.એસ. પરમાર સાહેબશ્રીએ   સરકારી વકીલ આર.ડી.જોષી ની ધારદાર દલીલો ગ્રાહ્ય  રાખી   આરોપીને ઇપીકો કલમ ૩૦૬ ના ગુન્હામાં તકસીવાર ઠેરવી નામદાર કોર્ટે  સાત વર્ષની સખત કેદની સજા અને રૂપિયા દશ હજારનો દંડ તેમજ દંડ ન ભરેતો વધુ ત્રણ માસની સાદી કેદની સજા ફટકારતા  સેશન્સ કોર્ટમાં સન્નાટો વ્યાપો હતો. વધુમાં સરકારી વકીલ આર ડી જોષીએ જણાવ્યું હતું આવા ગંભીર પ્રકારના ગુન્હામાં સજા કરતાં નામદાર કોર્ટે સહાનુભૂતિ રાખવી જોઈએ નહીં ૨૫ વર્ષીય યુવાન સ્ત્રીએ આરોપીના શારીરિક અને માનસિક ત્રાસના કારણે આપઘાત કરી જીવન ટુકાવેલ છે અને જ્યારે કોઈપણ વ્યક્તિ માનસિક અને સરીરીકના ત્રાસથી કંટાળીને આપઘાતનો સહારો લે છે ત્યારે તેની માનસિકતા વ્યથા ધ્યાનમાં લેવી જોઇએ અને આવા ગંભીર પ્રકારના ગુન્હાઓના આરોપીઓને સખ્તમાં સખત સજા થવી જોઈએ જેથી પંથકમાં થતા ગંભીર ગુન્હાઓ અટકે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.