SBI, અમરેલીના સ્ટ્રોંગ રૂમમાં ઘૂસી તસ્કરોએ 1 કરોડથી વધુ લૂટી લીધા

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ની અમરેલી શાખાના સ્ટ્રોંગ રૂમમાં ઘૂસી તસ્કરોએ રૂ. 1.35 કરોડ લૂંટી લીધા છે. આ ઘટના શનિવારે બની હતી. પોલિસે જણાવ્યુ કે બેંક અધિકારીઓને રવિવાર અને સોમવાર (જન્માષ્ટમી) ની બે દિવસની રજા બાદ મંગળવારે બેંક ખુલ્યા બાદ લૂંટ વિશે જાણ થઈ. બેંકમાં ગયા બાદ તેમને માલુમ પડ્યુ કે બેંકનો સ્ટ્રોંગ રૂમનો સેફ તૂટેલો છે.

બેંકે અમરેલી જિલ્લા પોલિસને સમગ્ર ઘટનાની જાણ કરી અને તસ્કરોએ કેટલા પૈસા લૂંટ્યા તેની ગણતરી કરવાનું શરૂ કર્યુ. મંગળવારે મોડી સાંજે, પોલિસે જણાવ્યુ કે તસ્કરોએ લગભગ રૂ. 1,35,30,000 રૂપિયા લૂટ્યા છે. અમરેલી જિલ્લાના સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલિસ નીલપ્રિત રાયે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યુ કે, 'રોકડની ગણતરી ચાલુ જ છે અને તસ્કરોએ કેટલા પૈસા લૂટ્યા તે હજુ ખબર નથી પરંતુ પ્રથમ દ્રષ્ટિએ તે રૂ. 1 કરોડથી વધુ લાગી રહ્યા છે.' એસપીએ વધુમાં જણાવ્યુ કે તસ્કરો નાના વેન્ટીલેટરને તોડીને સ્ટ્રોંગ રૂમમાં ઘૂસી ગયા હતા.

આ પણ વાંચોઃ ગુજરાતનું દર ત્રીજુ બાળક કુપોષણનો શિકાર છેઃ CAG

રાયે જણાવ્યુ કે, 'આ નાનુ વેન્ટીલેટર પાછળની બિલ્ડિંગમાં ખુલે છે. ચોરોએ વેન્ટીલેટરમાંથી લોખંડના સળિયા કાઢી નાખ્યા એક ચોર રોકડ ચોરવા માટે સ્ટ્રોંગ રૂમમાં ઘૂસી ગયો. પોલિસે જણાવ્યુ કે ચોર તે જ વેન્ટીલેટરમાંથી પાછો બહાર નીકળી ગયો.' એસપીએ જણાવ્યુ કે, 'આ ઘટના આ 1 લી સપ્ટેમ્બરે 8.30 થી 10.30 દરમિયાન બની. પરંતુ બેંકના અધિકારીઓને આની જાણ મંગળવારે થઈ જ્યારે બેંક ખુલી.' તેમણે ઉમેર્યુ કે તસ્કરો સ્ટ્રોંગ રૂમના બારણાને અડ્યા નહોતા એટલે અલાર્મ પણ વાગ્યુ નહિ. રાયે જણાવ્યુ કે, 'આ બિલ્ડિંગ પહેલા સેન્ટ્રલ એક્સાઈઝ ડિપાર્ટમેન્ટ દ્વારા વાપરવામાં આવતુ હતુ પરંતુ બાદમાં તેમણે આ બિલ્ડીંગ છોડી દીધુ હતુ. મોડસ ઓપરેંડી પરથી લાગે છે લૂંટમાં એકથી વધુ વ્યક્તિઓ હતા.'

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.