ડીસામાં ઈન્ડીયન મેડીકલ એસોસિએશન દ્વારા ધારાસભ્ય - નાયબ કલેકટરને આવેદનપત્ર

ડીસા : તાજેતરમાં લોકસભામાં દ્ગસ્ઝ્ર બિલ ૨૦૧૯ નેશનલ મેડિકલ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આ બીલમાં પહેલી ખામીઓ અને હાનિકારક જોગવાઈઓ વિરુદ્ધમાં ડીસાના ડોક્ટરો દ્વારા ઇમરજન્સી સેવા સિવાય કામકાજ બંધ રાખીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. પોતાના કામકાજમાં અળગા રહીને પોતાની લાગણી અને માગણી પ્રધાનમંત્રી સુધી પહોંચે તે માટે પ્રાંત ઓફીસ અને ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
વધુમાં ડોક્ટરોએ જનતાને પણ અપીલ કરતા જણાવ્યું હતું કે તેમની માગણી પોતાના સ્વાર્થ માટે નહીં આવનારી નવી પેઢી કે જે ભવિષ્યમાં ડોક્ટર બનવાના છે તથા સામાન્ય પ્રજા જે દર્દી તરીકે સારવાર લેવાના છે તેમના સારવાર દરમિયાન નુકસાન ના થાય તે રજૂઆત કરવામાં આવી હતી. એમસીબિલ એવી જોગવાઈ છે કે એમ.બી.બી.એસ શિવાય પણ પેરામેડિકલ કે અન્ય સ્ટાફ અને વ્યક્તિને પણ એલોપેથી પ્રેક્ટિસ માટે લિમિટેડ લાયસન્સ આપવામાં આવશે. જેનાથી બોગસ પ્રેક્ટિસ કરતાઓને કાયદાનું રક્ષણ મળી જાય. ઉપરાંત મેડિકલ કોલેજમાં ૫૦ ટકા ફી સરકાર નક્કી કરશે અને પચાસ ટકા મેડિકલ કોલેજના ટ્રસ્ટી ફી નક્કી કરશે તો ગરીબ વિદ્યાર્થીઓ ડોક્ટર બનવાના સપના સાકાર કરી શકશે નહી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.