ભીલડી સબ ડીવીઝનના ગામડાઓમાં વીજ ચેકીંગમાં વિજીલન્સ ટીમ ત્રાટકી

રખેવાળ ન્યુઝ ભીલડી વડાવલ  : બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ઉપર કુદરતી કહેર વર્તાઇ છે.જેમાં કમોસમી વરસાદ અને તીડ પ્રકોપથી લાખો રૂપિયાનું નુકસાન થયું છે ત્યારે લાચાર વિચારોં ખેડુત સરકાર પાસે મોટી આશ લગાવીને બેઠો છે તેવામાં સરકાર પણ ખેડૂતો ઉપર રૂઠી હોય તેવું લાગી રહ્યું છે.ભીલડી સબડિવિઝનના ગામડાઓમાં ગુરૂવારના વહેલી પરોઢીયે જ વીજ કંપનીની વીજળી ટીમે વીજળીના જોડાણનું ચેકિંગ કરવા આવતા સમગ્ર પંથકમાં ભારે હોબાળો મચી ગયો હતો. એકી સાથે એક જ ગામમાં અનેક વાહનોને લઈ ઘસી આવેલા અધિકારીઓ સાથેની ટીમે કામગીરી શરૂ કરી હતી અને વીજ ચોરીની ચકાસણી સાથે ખેડૂતોના બોર કનેક્શનના લોડની માપણી કરતા લોડ વધારવાની સાથે અનેક રૂપિયાઓનો દંડ ફટકાર્યો છે.
આ અંગે આધારભૂત સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ગુરુવારની વહેલી સવારે ભીલડી સબડિવિઝન હેઠળ આવતા ડીસા અને લાખણી તાલુકાના ગામડાઓમાં વીજ કંપની ૩૦ ટીમો ઊતરી પડી હતી અને ગેરરીતિ કરતા વીજ જોડાણોની તપાસવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જુદા જુદા ફિડરોના કનેકશન ચેક કર્યા હતા.જેમાં ઘરવપરાશના ૪૦૦ વીજ કનેક્શનો ઉપરાંત ૭૦ જેટલા બોરના કનેક્શનની તપાસ કરતા ખેડૂતોને ૪૦ લાખથી વધુ રૂપિયાઓનો દંડ ફટકાર્યો હોવાનું જાણવા મળેલ છે. ખેડૂતો મેં માથે કુદરત ઉઠ્‌યા બાદ હવે સરકાર પણ રૂઠતા ભારે નારાજગી જોવા મળી રહી છે.એક બાજુ સરકાર ખેડૂતોના પાક નિષ્ફળની સહાય ચૂકવવા અરજીઓ થઈ રહી છે તો બીજી તરફ ખેડૂતોને લાખો રૂપિયાનો દંડ ફટકારી તેમની પાસે રકમ વસૂલ કરવાની સરકારની બેવડી નિતી સામે ખેડૂત ખફા જોવા મળી રહ્યો છે.જિલ્લાની નબળી નેતાગીરી સામે પણ અનેક સવાલો ખેડૂતો કરી રહ્યાં છે ત્યારે હવે ખેડૂતોની વહારે કોઈ આવશે ખરા ?
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.