મોદી સ્ટેડિયમની પિચ બકવાસ, ભારતીય ટીમના પોઇન્ટ કાપવા જાેઇએઃ ઇંગ્લિશ મીડિયા

Sports
Sports

અમદાવાદ,
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવેલ ત્રીજી ટેસ્ટ મેચ બે દિવસમાં પૂર્ણ થઈ ગઈ. મેચ બે દિવસમાં પૂર્ણ થવા પર ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને ઈંગ્લિશ કેપ્ટન જાે રૂટએ સીધો પિચને દોષ આપ્યો નથી. ઈંગ્લિશ ટીમ હારની સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ રેસથી બહાર થઈ ગઈ છે. ચાર મેચની સીરિઝમાં ભારતીય ટીમ ૨-૧થી આગળ છે. અંતિમ મેચ ૪ માર્ચથી આ મેદાન પર જ રમવામાં આવશે. ભારતીય ટીમને ફાઈનલમાં પહોંચવા માટે અંતિમ ટેસ્ટને માત્ર ડ્રો કરવાની જરૂર છે.
ઈંગ્લિશ મીડિયા આ હારને સ્વીકારી નથી શકતી અને પિચને દોષ આપી રહ્યું છે. ટેલીગ્રાફે લખ્યું કે આ પિચ રમવા માટે અનફિટ હતી. મેચ બે દિવસમાં પૂર્ણ થઈ ગઈ. ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઇન્ટ કાપી લેવા જાેઈએ અને પિચ પર પ્રતિબંધ મૂકવો જાેઈએ. ટેલીગ્રાફે વધુમાં કહ્યું કે ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ કદાચ જ પિચને લઈને આઈસીસીને કોઈ અધિકૃત ફરિયાદ કરશે.
બીજી તરફ, ગાર્ડિયને પિચથી વધુ મેનેજમેન્ટ પર સવાલ ઊભા કર્યા છે. ન્યુઝ પેપરે લખ્યું છે કે ટીમ તે પહેલા ચેન્નઈની પિચ પર પણ સ્પિન બોલરોનો પણ સારી રીતે સામનો કરી ન શકી હતી. જે સિવાય ટીમના ચયનમાં પણ ગરબડ થઈ. ભારતીય ટીમે ત્રણ સ્પિન બોલરોને ઉતાર્યા તો ઈંગ્લેન્ડ માત્ર એક સ્પિન બોલર સાથે આવી. અમારા બેટ્‌સમેનોએ સ્પિન બોલર સામે બેટીંગ કરવી શીખવી પડશે. આ ઉપરાંત બીબીસીએ લખ્યું કે ભારતીય ટીમે બે દિવસમાં જ ઈંગ્લેન્ડ સામે સહેલાઈથી જીત મેળવી. પરંતુ બંને ટીમ સારુ ન રમી શકી. ભારતીય ટીમ પણ પ્રથમ વખતમાં માત્ર ૧૪૫ રન કરી શકી. ઈંગ્લેન્ડ ટોસ જીતીને પ્રથમ વખતમાં વધુ સ્કોર ન કરી શકી, જે એક મુખ્ય કારણ રહ્યા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.