અફઘાનિસ્તાનના ઓપનરે ડેબ્યુ વન-ડેમાં 9 છગ્ગાની મદદથી સેન્ચુરી ફટકારી રેકોર્ડ કર્યો

Sports
Sports

અફઘાનિસ્તાનની ટીમના ઓપનર બેટ્સમેન રહમાનુલ્લાહ ગુરબાઝે આયર્લેન્ડ વિરુદ્ધ પહેલી વનડેમાં ધમાકેદાર ઈનિંગ રમી ઈતિહાસ રચી દીધો છે.અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમમાં ગુરબાઝે આયર્લેન્ડ વિરુદ્ધ અફઘાનિસ્તાન તરફથી ડેબ્યુ કર્યું અને પોતાની પહેલી મેચમાં જ સેન્ચુરી ફટકારી વનડે ડેબ્યુમાં સેન્ચુરી ફટકારનાર સૌથી નાની વયનો વિકેટકીપર પણ બની ગયો છે.આ ઉપરાંત ગુરબાઝે માર્કે ચેપમેન અને માર્ટિન ગુપ્ટિલ જેવા ખેલાડીઓને પણ પાછળ છોડી અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે.આ ઉપરાંત રહમાનુલ્લાહે વનડેમાં સૌથી વધુ સિક્સ ફટકારવાનો નવજોતસિંહ સિદ્ધુનો રેકોર્ડ પણ તોડ્યો છે.

ગુરબાઝે આયર્લેન્ડ વિરુદ્ધ પોતાની ટીમ તરફ ઓપનિંગ કરી સારી ઈનિંગ રમી.ગુરબાઝે 127 બોલનો સામનો કરતાં 127 રન બનાવ્યા.તેણે પોતાની ઈનિંગમાં 9 છગ્ગા અને 8 ચોગ્ગા માર્યા અને તેની સ્ટ્રાઈક રેટ 100 રહી. ગુરબાઝ અફઘાનિસ્તાન તરફથી વનડે ક્રિકેટમાં ડેબ્યુ કરતાં સૌથી મોટો સ્કોર બનાવનાર ઓપનર બેટ્સમેન પણ બની ગયો.

અફઘાનિસ્તાન તરફથી વનડે ક્રિકેટમાં ગુરબાઝની ઈનિંગના કારણે અફઘાનિસ્તાને 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 287 રનનો સ્કોર કરી વનડે ક્રિકેટમાં ડેબ્યુ કરનાર ઓપનર બેટ્સમેન તરીકે બીજી સૌથી મોટી ઈનિંગ રમનાર ખેલાડી બની ગયો છે.

વનડે ક્રિકેટમાં ડેબ્યુ કરીને ઓપનર બેટ્સમેન તરીકે સૌથી મોટી ઈનિંગ રમવાનો રેકોર્ડ ડેસમન હેન્સના નામે હતો.જેણે ઈસ.1978માં 148 રનની ઈનિંગ રમી હતી.ત્યારે હવે આ યાદીમાં ગુરબાઝ પણ આવી ગયો છે. ગુરબાઝની પહેલા બીજા નંબરે હોંગકોંગનો માર્ક ચેપમેન હતો, જેણે વનડેમાં ડેબ્યુ મેચ ઈસ.2015માં રમી હતી અને 124 રનની ઈનિંગ ખેલી હતી.જોકે હવે ગુરબાઝે પહેલી મેચમાં 127 રન ફટકારીને બીજા સ્થાને આવી ગયો છેજ્યારે ચેપમેન ત્રીજા નંબર ખસી ગયો છે.

રહમાનુલ્લાહ ગુરબાઝે વનડેમાં સેન્ચુરી ફટકારનાર બીજો સૌથી ઓછી ઉંમરનો ક્રિકેટર બની ગયો છે.આ યાદીમાં પહેલા નંબરે પાકિસ્તાનનો સલીમ ઈલાહી છે.રહમાનુલ્લાહે ગુરબાઝે 19 વર્ષ 54 દિવસમાં વનડે ડેબ્યુમાં સેન્ચુરી મારી છે.સલીમ ઈલાહીએ 18 વર્ષ 312 દિવસની ઉંમરમાં આ ઉપલબ્ધિ પોતાના નામે કરી હતી.જોકે ઓવરઓલ એટલે કે પુરુષ અને મહિલા ક્રિકેટર્સની વાત કરીએ તો તેમાં ભારતની મિતાલી રાજ ટોચ પર છે.મિતાલીએ 16 વર્ષ અને 205 દિવસ ઉંમરમાં જ આ કમાલ કરી દેખાડ્યો હતો.

રહમાનુલ્લાહ ગુરબાઝે 14 સપ્ટેમ્બર 2019ના રોજ ઢાકામાં ઝિમ્બાબ્વે વિરુદ્ધ ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ડેબ્યુ કર્યું હતું.આ મેચમાં રહમાનુલ્લાહ ગુરબાઝે 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી માત્ર 24 બોલમાં 43 રનની ઈનિંગ રમી હતી એટલે કે લગભગ 180ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા.

વનડે ઈન્ટરનેશનલમાં ડેબ્યુ મેચમાં સૌથી વધુ છગ્ગા મારવાનો રેકોર્ડ અત્યારસુધી નવજોતસિંહ સિદ્ધુના નામે હતો.જેમાં સિદ્ધુએ 9 ઓક્ટોબર 1987ના રોજ ચેન્નઈમાં પોતાની પહેલી વનડે ઈન્ટરનેશનલ મેચ રમી હતી.ત્યારે તેણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 79 બોલમાં 73 રન બનાવ્યા હતા,જેમાં તેણે 4 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. રહમાનુલ્લાહ ગુરબાઝે 9 છગ્ગા લગાવીને સિદ્ધુનો રેકોર્ડ તોડ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.