સાબરકાંઠા જીલ્લામાં પોશીનામાં પોણા બે ઇંચ વરસાદને લઈને ડુંગર પરથી ઝરણા વહેવા લાગ્યા

સાબરકાંઠા
સાબરકાંઠા

24 કલાકમાં સાબરકાંઠા જીલ્લામાં સર્વત્ર વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ પોશીનામાં પોણા બે ઇંચ નોંધાયો હતો. જીલ્લામાં સીઝનનો 108 ટકા વરસાદ થયો છે. આઠમાંથી છ તાલુકામાં 100 ટકાથી વધુ તો બે તાલુકામાં 75 ટકાથી વધુ સીઝનનો વરસાદ નોંધાયો છે. ઇડર, વડાલી, ખેડબ્રહ્મા અને વિજયનગરમાં પોણો-પોણો ઇંચ વરસાદ નોંધાયો હતો. બાકીના તાલુકામાં છુટો છવાયા વરસાદના ઝાપટા પડ્યા હતા. જીલ્લાના ઇડર 12 મીમી, ખેડબ્રહ્મા 13 મીમી, તલોદ 08 મીમી, પ્રાંતિજ 02 મીમી, પોશીના 38 મીમી, વડાલી 14 મીમી, વિજયનગર 16 મીમી અને હિંમતનગર 06 મીમી વરસાદ નોંધાયો હતો.

પોશીના તાલુકામાં ચોમાસામાં સીઝનનો વરસાદ 133 ટકા થયો છે, તો 24 કલાકમાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે. જેને લઈને તાલુકાના તળાવો અને ચેક ડેમોમાં પાણી ભરાયા છે. તો ડુંગરો પરથી ઝરણા વહેવાના શરુ થયા છે. પોશીનાનું લાખિયા તળાવ ઓવરફલો થતા ઝરણા વહી રહ્યા છે. અને પોશીના નજીક આવેલ કોળંદ મહાદેવ મંદિર નજીક ધોધ શરુ થયો હતો તો તેને નિહાળવા ગામલોકો ઉમટ્યા હતા.
જિલ્લામાં સર્વત્ર અને ઉપરવાસમાં વરસાદને લઈને જીલ્લાના જળાશયોમાં પાણીની આવક ચાલી રહી છે પ્રમાણ ઓછુ થયું છે. તો ગુહાઈ જળાશય 77 ટકા, હાથમતી જળાશય 100 ટકા, હરણાવ જળાશય 96 ટકા, ખેડવા જળાશય 63 ટકા ભરાયો છે. ગુહાઈમાં 509 કયુસેક, હાથમતીમાં 2088 કયુસેક આવક અને 2088 કયુસેક જાવક, હરણાવમાં 200 કયુસેક આવક 200 કયુસેક જાવક, ખેડવામાં 250 કયુસેક આવક 250 કયુસેક જાવક અને જવાનપુરા બેરેઝમાં 5916 કયુસેક જાવક અને 5916 કયુસેક પાણીની જાવક થઇ રહી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.