આવકવેરાના દરોમાં કોઈ જ ફેરફાર ન કરવામાં આવતા સામાન્ય અને મધ્યમ વર્ગીય લોકોને આ બજેટમાં નિરાશા હાથ લાગી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

મધ્યમ વર્ગને હંમેશા બજેટમાં આવક વેરા પર છૂટમાં વધારો થાય તેવી આશા હોય છે. તેવી રીતે લોકોને મોદી સરકારના બીજા કાર્યકાળના અંતિમ બજેટ પાસેથી પણ આવકવેરાને લઈને કેટલીક અપેક્ષાઓ હતી. જો કે કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમમે ગુરૂવારે જાહેર કરેલા વચગાળાના બજેટમાં ઇન્કમટેક્સના દરમાં કોઈ ફેરફાર ન કરવાની જાહેરાત કરી હતી.  કેટલાક મહિનાઓ બાદ દેશમાં સામાન્ય ચૂંટણી યોજાવાની છે. તેવામાં લોકોને અપેક્ષા હતી કે ગત વચગાળાના બજેટ એટલે કે 2019ના બજેટની જેમ આ વર્ષે પણ લોકોને આવકવેરામાં રાહત મળશે. જો કે આવકવેરાના દરોમાં કોઈ જ ફેરફાર ન કરવામાં આવતા સામાન્ય અને મધ્યમ વર્ગીય લોકોને આ બજેટમાં નિરાશા હાથ લાગી છે.

મહત્વનું છે કે વર્ષ 2019માં રજૂ કરવામાં આવેલા વચગાળાના બજેટમાં નોકરી કરનારા લોકોને મળનારા ટેક્સ પર સ્ટાન્ડર્ડ ડિડક્શનને રૂપિયા 40,000 થી વધારીને 50,000 કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આ વખતના વચગાળાના બજેટમાં સરકાર દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. જો કે યુનિયન બજેટ 2024માં સરકાર દ્વારા બાકી રહેતા પ્રત્યક્ષ કરની માંગમાં છૂટછાટ આપવાની જાહેરાત કરી છે. મોટી સંખ્યામાં અનેક નાની, ચકાસણી કરાયેલ અને અવ્યવસ્થીત અથવા પ્રત્યક્ષ કર માંગ પડતર છે. નાણાંકીય વર્ષ 2009-10 સુધીના સમયગાળા સાથે જોડાયેલા રૂપિયા 25 હજાર સુધી અને નાણાકીય વર્ષ 2010-11 થી વર્ષ 2014-15 સાથે જોડાયેલા રૂપિયા 10 હજારની બાકી રહેતી પ્રત્યક્ષ માંગોને પરત લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારનો દાવો છે કે આ નિર્ણયથી દેશના એક કરોડ કરદાતાઓને લાભ થશે. આ અગાઉ ગત વર્ષે બજેટ દરમિયાન નિર્મલા સીતારમણે સંશોધિત નવો ટેક્સ સ્લેબ રજૂ કર્યો હતો. આ ઉપરાંત આવકવેરો ભરતા લોકો માટે વૈકલ્પિક રીતે ઓલ્ડ ટેક્સ સ્લેબ પણ માન્ય રહેશે.

બજેટ 2023-24માં રજૂ કરવામાં આવેલો નવો ટેક્સ સ્લેબ આ પ્રમાણે છે.
0 થી 3 લાખ પર 0 ટકા
3 થી 6 લાખ પર 5 ટકા
6 થી 9 લાખ પર 10 ટકા
9 થી 12 લાખ પર 15 ટકા
12 થી 15 લાખ પર 20 ટકા
15 લાખથી વધુ આવક પર 30 ટકા

જૂનો ઇન્કમ ટેક્સ સ્લેબ આ પ્રમાણે છે.
2.5 લાખ સુધી 0 ટકા
2.5 લાખથી 5 લાખ સુધી 5 ટકા
5 લાખથી 10 લાખ સુધી 20 ટકા
10 લાખથી વધુની આવક પર 30 ટકા ઇન્કમ ટેક્સ લાગુ થશે.

જૂના ટેક્સ સ્લેબમાં 5 લાખ સુધીની આવક પર કોઈ પણ પ્રકારનો ટેક્સ આપવાનો રહેતો નતી. તેમાં ઇન્કમ ટેક્સ અધિનિયમની કલમ 80સી અંતર્ગત દોઢ લાખ રૂપિયાના રોકાણ પર ટેક્સની છૂટ મળે છે. માટે આ ટેક્સ સ્લેબમાં કરદાતાએ 6.50 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ ભરવાનો થતો નથી. જૂના ટેક્સ સ્લેબ પ્રમાણે અઢી લાખથી પાંચ લાખ રૂપિયાની આવક પર કરદાતાએ કોઈ ટેક્સ આપવો પડતો નથી. અઢી લાખથી પાંચ લાખ સુધીની આવક પર 5 ટકા ટેક્સ આપવો પડે છે, પરંતુ તેમાં પણ સરકાર 12,500ની છૂટ આપે છે. માટે સ્પષ્ટ ગણિત એ છે કે જૂના ટેક્સ સ્લેબમાં પાંચ લાખ સુધીની આવક પર કરદાતાએ ટેક્સ ભરવો પડતો નથી. જો આવક વિભાગના નિયમોની વાત કરીએ તો એ હિસાબથી જો કોઈ કરદાતાની વાર્ષિક આવક પાંચ લાખ સુધી છે તો તેનો ટેક્સ 12,500 થાય છે. પરંતુ સેક્શન 87એ અંતર્ગત રીબેટ મળવાને કારણે 5 સાથના સ્લેબમાં કોઈ ટેક્સ ભરવાનો થતો નથી. આ સિવાય નવા અને જૂના બંને ટેક્સ સ્લેબમાં 50 હજાર રૂપિયા સુધીનો સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ આપવામાં આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.