ગુજરાતનો અંદાજ બજેટ 2.50 લાખ કરોડ રૂપિયા રહેવાનો

Business
Business

ગુજરાત રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારનો આ પ્રથમ બજેટ છે અને આ બજેટ અતર્ગત તમામ વર્ગોને ખુશ રાખવાનો પ્રયત્ન કરશે,અને આગામી વિધાસભાન ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બજેટ આજે રજૂ કરવામાં આવશે,  આજે રાજ્યનું બજેટ રજૂ થશે. નાણામંત્રી કનુ દેસાઈ પોતાનું પહેલું બજેટ રજૂ કરવાના છે. આ વખતે પણ ગયા વર્ષની જેમ વધારા સાથેનું બજેટ રજૂ થવાના તેમણે સંકેત આપ્યા છે. જેમાં શિક્ષણ અને આરોગ્ય ના બજેટમાં વધારો થવાની સંભાવના છે.

ગત વર્ષના બજેટ કરતા આ વખતનું બજેટ 7 થી 10 ટકા વધુ હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ગત વર્ષ સરકારે 2.27.029 કરોડ રૂપિયાનું બજેટ જાહેર કર્યું હતું. રાજ્ય સરકાર 2.43 લાખ કરોડથી 2.50 લાખ કરોડ રૂપિયાનું બજેટ જાહેર કરી શકે તેમ છે.

વર્તમાન સરકાર તેના પ્રથમ બજેટમાં શિક્ષણ આરોગ્ય, સામાજિક ન્યાય, સશકિતકરણ અને કૃષિની ગ્રાન્ટમાં વધારો કરી શકે છે. એકંદરે જોવામાં આવે તો આગામી ચૂંટણીને ધ્યાને રાખીને સરકાર લોકો માટે કલ્યાણકારી યોજનાઓથી ભરપૂર બજેટ લાવે તેવું લાગી રહ્યું છે. સરકારી યોજનાઓના લાભાર્થીઓ માટે આવક મર્યાદા વધારવામાં આવે તેવી પણ સંભાવના છે

નાણામંત્રી કનુ દેસાઈ પહેલીવાર બજેટ રજૂ કરશે. ત્યારે બજેટ રજૂ કરતા પહેલા નાણા પ્રધાન કનુ દેસાઇએ મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે દર વર્ષની જેમ આ વર્ષનું બજેટ પણ વધારા સાથેનું હશે.આ વખતના બજેટમાં યુવા મહિલા સહિત તમામ વર્ગ માટે સારું હશે. એટલું જ નહીં નોકરિયાતો માટે બજેટ સારું હશે તેવો દાવો કર્યો હતો.

સત્ર દરમ્યાન ગુજરાત સરકાર દ્વારા કેટલાક નવા અને સુધારાત્મક વિધેયક લાવવામાં આવે તેવી સંભાવના છે જેમાં , લેન્ડ ગ્રેબિંગ સુધારા વિધેયક, નવું કૃષિ યુનીવર્સીટી બિલ, ઓન લાઇન જુગાર જેવી રમતો પર નિયંત્રણ લાદતું બિલ, મોલ સિનેમા જેવા જાહેર સ્થળોને cctvના એક્સેસની સત્તા આપતું બિલ, રખડતા પશુઓ ઉપર નિયંત્રણ માટેનું બિલ, અશાંત વિસ્તાર ધારા સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.