સાબરકાંઠામાં કાર્યાલય બનાવવા તૈયારી

અરવલ્લી
અરવલ્લી

અરવલ્લીમાં ભાજપનું નવીન કાર્યાલય બની ગયા બાદ સાબરકાંઠા જિલ્લામાં પણ નવીન ‘કમલમ’ બનાવવાની માંગ ઉભી થયા બાદ સંગઠન દ્વારા 2.5 કરોડ ચૂંટણી સહયોગનિધી ભેગી કરો અને ‘કમલમ’ માટે ફંડ લઇ જાવ તેવુ બેટૂક કહી દેવાયા બાદ જિલ્લામાં તમામ હોદ્દેદારો, પદાધિકારીઓને રૂ.11 હજારથી માંડી રૂ.51 હજારના નામજોગ લક્ષ્યાંક આપી શ્રીમંત ભાજપીઓને આમાંથી બાકાત રાખવાની તાકીદ કરાતા દબાતા સૂરે અસંતોષ વ્યક્ત થવો શરૂ થઇ ગયો છે અને આ કારણે જ સમગ્ર મામલો બહાર આવ્યો છે.

વિશ્વમાં સૌથી વધુ નોંધાયેલા કાર્યકરવાળો સૌથી મોટો રાજકીય પક્ષ હોવાનો દાવો કરતા ભાજપ દ્વારા સ્થાનિક સંગઠનોની ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા – જરૂરિયાતો પૂરી કરવા માટે પણ જાતે ફંડ ઉઘરાવી ચેકથી પાર્ટી ફંડમાં જમા કરાવો અને ત્યારબાદ તમારૂ જ ફંડ તમે લઇ જાવની નીતી અખત્યાર કરવામાં આવતા જિલ્લા ભાજપના કાર્યકરોમાં અસમંજસની સ્થિતિ પેદા કરી છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.