લોકડાઉનની વરવી વાસ્તવિકતા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના કારણે સમગ્ર ભારત દેશ છેલ્લા 50 દિવસથી ઘરમાં કેદ છે. જેના કારણે ધંધા રોજગાર ઠપ્પ થતાં દેશવાસીઓ મોટા આર્થિક નુકસાનીમાં ધકેલાયા છે. તેમાય રોજ મજૂરી કરીને ભરણ પોષણ કરતાં ગરીબ અને શ્રમિક વર્ગની હાલત કફોડી બની જવા પામી છે. જોકે, સરકાર દ્વારા શ્રમિકોને તેમના વતનમાં મોકલવાની છૂટછાટ આપવામાં આવતા ઠેર ઠેર અલગ અલગ વાહનો દ્વારા સ્થળાંતર કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી મજૂરી ન મળતા વગર પૈસે જે પણ વાહન મળે તેમાં પરિવાર સાથે શ્રમિકો પોતાની વતનની વાટ પકડી રહ્યા છે. શ્રમિકોનું આ સ્થળાંતર ભારત પાકિસ્તાનના ભાગલા વખતેના દ્ર્શ્યોની યાદ અપાવે છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી ઉપરોક્ત તસવીર લોકડાઉનની સ્થિતિમાં ગરીબ શ્રમિકોની શું હાલત છે તે ઉજાગર કરે છે. આ દ્રશ્ય ખરેખર દયા ઉપજાવે છે. ગરીબ શ્રમિકો પણ કહેતા હશે કોરોના મહામારીમાં અમારો શું વાંક છે ?


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.