મોડાસા નગરપાલિકાની ડમ્પિંગ સાઈટનો મહાદેવ ગામના લોકોએ રામધૂન બોલાવી પુનઃવિરોધ કર્યો

અરવલ્લી
અરવલ્લી

મોડાસા પાલિકાની ડમ્પિંગ સાઈટનો તાલુકાના મહાદેવ ગામ પંચાયત વિસ્તારના લોકોએ પુનઃ વિરોધ વ્યક્ત કરી રસ્તા વચ્ચે રામધૂન બોલાવી વિરોધ કર્યો હતો. ગ્રામજનોએ મોડાસા પાલિકા વિસ્તારનો ગંદો કચરો આ વિસ્તારમાં ઠાલવીને લોકોન આરોગ્ય ઉપર ખતરાની નિશાની તોળાઈ રહી હોવાની શંકા વ્યક્ત કરી હતી અને ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

મોડાસા પાલિકા વિસ્તારની ડમ્પિંગ સાઈટના વિરોધ માટે બાકરોલ મહાદેવ ગામ પંચાયત વિસ્તારના અગ્રણીઓ અને સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને પાલિકાનો ઘન કચરો ઠાલવવાની ડમ્ગપિં સાઈટનો પુનઃ વિરોધ કર્યો હતો. મોટી સંખ્યામાં એકઠા થયેલા ગામજનોએ રસ્તા વચ્ચે બેસીને રામધૂન બોલાવી અનોખો વિરોધ વ્યક્ત કર્યો હતો.

ગ્રામજનોએ જણાવ્યું કે આ વિસ્તારમાં ડમ્પિંગ સાઈટ ઉપર પાલિકા વિસ્તારનો ગંદો ઘન કચરો ઠાલવશે તો લોકોના આરોગ્ય ઉપર વિપરીત અસર પડવાની શંકા વ્યક્ત કરી હતી. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારતા જણાવ્યું કે સત્તાવાળાઓ દ્વારા અહીં ડમ્પિંગ સાઈટ શરૂ કરાશતે તો છ થી સાત જેટલા ગામડાના લોકો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.