બનાસકાંઠામાં કોરોના કાબુ બહાર : એક જ દિવસમાં ૨૮ કેસ : એકનું મોત

બનાસકાંઠા
palanpur hospital
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર: સરહદી બનાસકાંઠા જિલ્લામાં કોરોના કાબુ બહાર જઈ રહ્યો છે. જ્યાં સોમવારે એક જ દિવસમાં ૨૮ પોઝિટિવ કેસ નોંધાતા પ્રજાજનોમાં ફફડાટ પ્રસરી ગયો હતો. પાલનપુરમાં ૧૩ કેસ, ડીસામાં ૧૦, કાણોદર ૨, શિહોરી ૧, વાવ ૧ અને વડગામના મેતામાં ૧ કેસ પોઝિટિવ આવ્યા હતા. જેની સાથે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૩૧૬ પહોંચી ગઈ છે. જ્યારે એક દર્દીનું કોરોનાથી મોત નિપજતાં મૃત્યુઆંક ૧૪ થવા પામ્યો છે. સરહદી બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસનું લોકલ સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. Âસ્થતિ કાબુ બહાર જઈ રહી છે. કોરોના બેકાબુ બની રહ્યો છે. આવી સ્થતિમાં લોકોની બેદરકારી અને તંત્રની ઢીલી કામગીરી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં સોમવારે કોરોના વાયરસનો વિસ્ફોટ થયો હતો. જ્યાં એક જ દિવસમાં ૨૮ પોઝિટિવ કેસ નોંધાતા પ્રજાજનોમાં ફફડાટ પ્રસરી ગયો હતો. પાલનપુરમાં ૧૩ કેસ, ડીસામાં ૧૦, કાણોદર ૨, શિહોરી ૧, વાવ ૧ અને વડગામના મેતામાં ૧ કેસ પોઝિટિવ આવ્યા હતા.  આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મનિષ ફેન્સીએ જણાવ્યું હતુ કે, પાલનપુરના મોટી બજાર, ઢાળવાસ, આરોગ્યધામ પાછળ, અંબિકાનગર, ઢૂંઢીયાવાડી, શÂક્તનગર, ચાણક્યપુરી, ગાયત્રી પરિવાર સોસાયટી સહિતના વિસ્તારોમાં પોઝિટિવ કેસ નોંધાયા હતા. લોકોને કોવિડ હોÂસ્પટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યારે તેમના સંપર્કમાં આવેલા પરિવાર તેમજ અન્ય લોકોને હોમ કોરેન્ટાઇન કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. તેને કન્ટેઇન્ટમેન્ટ એરિયા જાહેર કરી દેવામાં આવ્યા છે.  દરમિયાન જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યાએ ત્રેવડી સદી નોધાવી છે. સ્થતિએ કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૩૧૬ પહોંચી ગઈ છે. જ્યારે એક દર્દીનું કોરોનાથી મોત નિપજતાં મૃત્યુઆંક ૧૪ થવા પામ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.