પાટણના ખાનપુર માગૅ પર વિદેશી દારૂ નું કટીંગ કરી રહેલ ત્રણ બુટલેગરોને વિદેશી દારૂના જથ્થા સાથે એલસીબીએ ઝડપ્યા

પાટણ
પાટણ

પાટણ એલ.સી.બી.ટીમે બાતમીના આધારે પાટણ ના રાજપુર- ખાનપુર માગૅ પર વિદેશી દારૂ નું કટીંગ કરી રહેલ ત્રણ બુટલેગરોને વિદેશી દારૂ ના જથ્થા અને બે ગાડી સહિત ના મુદામાલ સાથે આબાદ ઝડપી કાયદેસર ની કાયૅવાહી હાથ ધરી આ ધંધામાં સંકળાયેલા અન્ય બુટલેગરોને ઝડપી લેવા ચક્રો ગતિશીલ કયૉ હોવાનું જાણવા મળ્યું છે.આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.રવિન્દ્ર પટેલ નાઓ દ્રારા પાટણ જીલ્લા માંથી પ્રોહીબીશનની લગતની ગેરકાયદેસર પ્રવૃત્તિ દુર કરવા કરેલ સુચના આધારે પાટણ એલસીબી ઈન્ચાર્જ પીઆઈ આર.એમ.પરમાર, તથા એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો સાથે નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમા હતા.

તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, એક સફેદ કલરની ફોરચ્યુનર ગાડી નં.GJ-1-RK6094 માં ગે.કા. ભારતીય બનાવટનો પરપ્રાંતીય અંગ્રેજી દારૂ ભરી લઇ આવી પાટણના ખાનપુર-રાજકુવા ખાતે નાની તલાવડી તરીકે ઓળખાતી સીમમાં ખરાબા નજીક પાટણના બુટલેગર ફારૂકી આરીફ કૈયુમુદ્દીન મંગાવી કટીંગ કરી રહેલ છે. જે હકીકત આધારે ખાનપુર રાજકુવા ખરાબા તલાવડી પાસે ટીમે રેઇડ કરતાં દારૂની પેટી નંગ-૩૭ તથા છુટક બોટલ નંગ-૪૮ એમ કુલ વિદેશી દારૂ ની બોટલો નંગ-૧૬૪૪ કિ.રૂ.૧,૨૦,૫૦૪ તથા ગાડી નંગ-૨ કિ.રૂ.૨૦,૦૦૦,૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૩ કિ.રૂ.૧૫૦૦૦/- મળી કુલ કિં.રૂ.૨૧,૩૫,૫૦૪/-ના મુદ્દામાલ સાથે હેરાફેરી અને ગે.કા. ભારતીય બનાવટનો પરપ્રાંતીય અંગ્રેજી દારૂનું કટીંગ કરતાફારૂકી આરીફ કૈયુમુદ્દીન શરીફુદીન રહે-પાટણ બોકરવાડો,અંસારી સમીર હુસૈન સાહીલ હુસૈન રહે-૫૧, હેપ્પી હોમ્સ અંબાર ટાવર,જુહાપુર અમદાવાદ અને અંસારી સારીક સલીમભાઇ રહે-૫૧, હેપ્પી હોમ્સ અંબાર ટાવર જુહાપુર અમદાવાદ ની અટકાયત કરી આ ધંધા માં સંકળાયેલ ફોર્ચ્યુનર ગાડીનો ડ્રાઇવર અને જુનેદ સંધી રહે ગોમતીપુર અમદાવાદ તેમજ વશરામ થરાદને ઝડપી લેવા ચક્રો ગતિશીલ બનાવ્યા હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.