બાડમેર-ભુજ એસટી બસમાંથી દારૂ સાથે મુસાફર ઝડપાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ થરાદ : બાડમેરથી આવતી બસમાં થોડા સમય પહેલા એક બસ ડ્રાઈવર દારૂ પીધેલો ઝડપાયા બાદ સોમવારની રાત્રે એક મુસાફર વિદેશી દારૂની  ૪૫ બોટલની હેરાફેરી કરતા ઝડપાઈ જવા પામ્યો હતો. પોલીસે તેની સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. મુસાફરો વિદેશી દારૂની હેરાફેરી માટે સલામત ગણાતી એસ.ટી. બસનો ઉપયોગ કરતા ચકચાર મચી જવા પામી હતી. થરાદ બસ સ્ટેશનમાંથી ડી.પી.ત્રિવેદી અવલ સુરક્ષા નિરીક્ષક (સુરક્ષા ખાતુ મધ્યસ્થ કચેરી અમદાવાદ) એ સોમવારે રાતે થરાદ બસ સ્ટેશનમાં બાડમેર થી ભુજ જતી બસ નંબર ય્ત્ન૧૮ઢ ૫૭૭૯  માં એક વ્યક્તિ થેલામાં શંકાસ્પદ વસ્તુ લઈને બેઠેલ છે તો તાત્કાલિક પોલીસ મોકલો તેવી થરાદ પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસ અધિકારી બસ સ્ટેશન દોડ્‌યા હતા. જ્યાં એસટીના સુરક્ષા તથા મદદનીશ સુરક્ષા નિયામકો અમદાવાદ સહિત સ્ટાફને સાથે રાખી બસની તલાશી લેતાં તેમાં શંકાસ્પદ હાલતમાં બેઠેલ દશરથસિંહ મનુભા જાડેજા રહે. શિવલખા તા. ભચાઉ જી. કચ્છ વિદેશી દારૂની ૪૫ બોટલ કિંમત રૂપિયા ૨૬,૫૦૦ ના સાથે મળી આવ્યો હતો. પોલીસે તેની અટકાયત કરી પ્રોહિબેશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવથી ચકચાર મચી જવા પામી હતી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.