Rakhewal | 03-03-2021 Headlines

Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/

દાતીવાડાની ગુંદરી ચેકપોસ્ટ અને પાંથાવાડાથી ફેલ્સપાર ખનીજ ભરેલી ૩ ટ્રક ઝડપાઈ, ભૂસ્તર વિભાગની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ.

વડગામ તાલુકામાં રૂ. ૧૦૦ અને ૫૦૦ ની ચલણી નોટ ની ઝેરોક્ષ ફરતી હોવાની રાવ, એક વેપારીને ચલણી નોટની ઝેરોક્ષ આપી ઠગાઈ કરાયાની ઘટનાથી ચકચાર.

સુઈગામના કાણોઠી ગામમાં રસ્તામાં ચાલવા બાબતે વૃદ્ધ દંપતીને માર માર્યો, પરિણીતાની છેડતી કરતા ૩ ઈસમો વિરુદ્ધ ફરિયાદ.

દાંતા નજીક વેલવાડા પાસે ટ્રેકટર ચાલકે ટક્કર મારતા રાહદારીનુ ઘટનાસ્થળે મોત.

કોરોના રસીકરણના ત્રીજા તબક્કામાં સાંસદ પરબતભાઇ પટેલે થરાદ સરકારી હોસ્પીટલમાં રસી મુકાવી.

આયુષ્યમાન ભારત યોજના હેઠળ બનાસકાંઠા જિલ્લાની ૧૭ ખાનગી હોસ્પીટલો કોવીડ-૧૯ રસીકરણ માટે સજજ.

એક વર્ષ પછી જોધપુર પાલનપુર લોકલ ટ્રેન શરૂ થતાં ધાનેરા પંથકના મુસાફરોમા આનંદ.

નાણામંત્રી નીતિન પટેલે વિધાનસભામાં 2,27,029 કરોડનું બજેટ રજૂ કર્યું, સરકાર 2022 સુધીમાં 55000 ઘર બનાવશે, આવાસ નિર્માણ માટે રૂ. 900 કરોડની ફાળવણી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ મુકાવી કોરોનાની રસી.

સરકારે કહ્યું- દરેક પ્રાઇવેટ હોસ્પિટલ વેક્સિનેશનમાં સામેલ થઈ શકે છે, વેક્સિનની કોઈ અછત નથી.

રાહુલ ગાંધીએ RSSની સ્કૂલોની તુલના પાકિસ્તાનની આ સંસ્થા સાથે કરી, ભાજપે આપ્યો આવો જવાબ.

દિલ્હી મહાનગરપાલિકાની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી છવાઈ, ભાજપને એક પણ બેઠક નહિ મળી.

ફારુખ અબ્દુલ્લા સામેની પીઆઈએલ ફગાવાઈ , સુપ્રીમ કોર્ટે કહ્યું- સરકારના અભિપ્રાયથી અલગ વિચાર રજૂ કરવો રાજદ્રોહ નથી; અરજદારને 50 હજાર રૂપિયાનો દંડ.

બાઈડેન પણ ટ્રમ્પના માર્ગે, એચ-1 બી વિઝા પરનો પ્રતિબંધ નહીં હટ.

બ્રાઝિલમાં એક દિવસમાં 1641 લોકોનાં મોત, વેક્સિનેશનમાં ઇઝરાયેલની મદદ લેશે ડેનમાર્ક અને ઓસ્ટ્રિયા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.