ભાજપ પ્રદેશ અધ્યક્ષની રાણકીવાવ મુલાકાતનો કોંગ્રેસ દ્વારા ભિક્ષા વૃતિ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો

પાટણ
પાટણ

રખેવાળન્યુઝપાટણ  : ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સહિતના ૭૦ જેટલા ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા પાટણની વર્લ્‌ડ હેરિટેજ રાણકીવાવ માં ટીકીટ બુકિંગ વગર પ્રવેશ કર્યો હોવાનાં મામલે કોંગ્રેસ કાર્યકરો દ્વારા શહેરના વેપારીઓ પાસેથી હાથમાં ભિક્ષાપાત્ર સાથે ભિક્ષા વૃતિ કરી એકત્ર કરી ઉપરોક્ત રકમ વડાપ્રધાન કેર ફંડમા જમાં કરાવવાનો અનોખો વિરોધ પ્રદર્શન કાયૅક્રમ યોજાયો હતો.તાજેતરમાં પાટણના પ્રવાસે આવેલા ગુજરાત પ્રદેશ ભાજપનાં નવ નિયુક્ત અધ્યક્ષ સી.આર. પાટીલ સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા વર્લ્‌ડ હેરિટેજ રાણકીવાવમાં વગર ટીકીટે પ્રવેશ કર્યો હોય જેને લીધે પાટણ પાલિકા નાં વિપક્ષ નેતા ભરતભાઈ ભાટિયા એ આ બાબતે સરકારને આર્થિક નુકશાન થયું હોવાનું જણાવી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સહિત રાણકીવાવમાં વગર ટીકીટે પ્રવેશ કરનાર ભાજપ નાં આગેવાનો અને કાર્યકરો મળી ૭૦ જેટલા લોકો પાસેથી રાણકીવાવ માં પ્રવેશ ની નિયત કરાયેલ પ્રવેશ ટીકીટ નાં પૈસા વસુલ કરી સરકાર માં બે દિવસ ની મુદતમાં જમાં કરાવવા રાજ્યના મુખ્યમંત્રી તેમજ આકિયોલોજી ડિપાર્ટમેન્ટ નાં ઉચ્ચ અધિકારીઓ ને ઈમેલ દ્વારા જાણ કરી હતી. અને જો બે દિવસમાં પૈસા ભરપાઈ કરવામાં નહીં આવે તો તેઓ દ્વારા પાટણ નાં પ્રબુધ્ધ નગરજનો અને વેપારીઓને સાથે રાખીને ભીક્ષા વૃતિ દ્વારા નાણાં એકત્ર કરી વડાપ્રધાન કેર ફંડ માં જમાં કરાવશે તેવી ચિમકી ઉચ્ચારી હતી ત્યારે પાલિકા નાં વિપક્ષ નેતા ની ઉપરોક્ત રજુઆત છતાં ગુજરાત પ્રદેશ ભાજપ નાં અધ્યક્ષ સહિત રાણકીવાવ માં વગર ટીકીટે પ્રવેશ મેળવનારા ભાજપના આગેવાનો અને કાર્યકરો સહીત ૭૦ જેટલા લોકોનાં પૈસા ભરપાઈ નહીં કરાતા આજરોજ પાલિકાનાં વિપક્ષ નેતા ભરતભાઈ ભાટિયાની આગેવાની હેઠળ કોંગ્રેસના શહેર પ્રમુખ શંકરલાલ મોદી, યુથ કોંગ્રેસ પ્રમુખ ભાવિક રામી સહિતના આગેવાનો,કાયૅકરો અને શહેરના પ્રબુધ્ધ નગરજનો એ શહેરના રાજમહેલ રોડથી મુખ્ય બજાર માર્ગો પરની વેપારીઓની દુકાને દુકાને હાથમાં ભિક્ષાપાત્ર લઈને ભિક્ષા વૃતિ કરી પૈસા એકત્રિત કરવામાં આવ્યા હતા.ભિક્ષા વૃતિ દ્વારા એકત્ર કરી અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કરાયો હતો.ઉપરોકત ભિક્ષા વૃતિ દ્વારા એકત્ર કરવામાં આવેલ રકમ વડાપ્રધાન નાં કેર ફંડમા જમાં કરાવવામાં આવશે તેવું પાટણ નગરપાલિકાના વિપક્ષના નેતા ભરતભાઈ ભાટિયા એ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.