ઉડાન દરમિયાન વિમાનના એક એન્જીનમાં લાગી આગ, ઇમરજન્સી લેન્ડિગ કરાયું

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

એર ઈન્ડિયા એક્સપ્રેસની અબૂ ધાબીથી કાલીકટ આવી રહેલ એક ફ્લાઈટમાં ઉડાન દરમિયાન એક એન્જીનમાં આગ જોવા મળી હતી. જેના કારણે ફ્લાઈટની ઈમરજન્સી લેન્ડિગ કરવામાં આવી છે. હાલ વિમાનના દરેક યાત્રી સુરક્ષિત છે. DGCAએ ઘટનાની પુષ્ટિ કરી છે અને એક નિવેદન જાહેર કરી કહ્યું છે કે એર ઈન્ડિયા એક્સપ્રેસના B737-800 VT-AYC ઓપરેટિંગ ફ્લાઈટ IX 348ના એક નંબરના એન્જીનમાં ટેકઓફ દરમિયાન આગ લાગી ગઈ હતી. આ વિમાન 1 હજાર ફૂટની ઉંચાઈ પર હતું ત્યાર બાદ વિમાનને સુરક્ષિત અબૂ ધાબીમાં લેન્ડ કરવામાં આવ્યું હતું.

DGCAના જણાવ્યા અનુસાર, ઘટના સમયે ફ્લાઈટમાં 184 મુસાફરો સવાર હતા. એર ઈન્ડિયા એક્સપ્રેસે જણાવ્યું કે જેવી જ ફ્લાઈટ ટેકઓફ થઈ અને એરક્રાફ્ટ 1000 ફૂટની ઉંચાઈએ પહોંચ્યું ત્યારે વિમાનના પાયલટે એક એન્જિનમાંથી સ્પાર્ક નીકળતો જોયો, જેના પછી તરત જ એરક્રાફ્ટને અબુ ધાબી એરપોર્ટ પર પાછું લેન્ડ કરવામાં આવ્યું. DGCAએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે.

આ પહેલા 23 જાન્યુઆરીએ ત્રિવેન્દ્રમથી મસ્કટ જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટમાં ટેકનિકલ ખામીને કારણે 45 મિનિટ પછી ત્રિવેન્દ્રમમાં પાછું લેન્ડ કરવું પડ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એરક્રાફ્ટની ફ્લાઈટ મેનેજમેન્ટ સિસ્ટમમાં કેટલીક ટેકનિકલ ખામી હતી. ગયા વર્ષે 22 ડિસેમ્બરે દુબઈ જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાં એક સાપ જોવા મળ્યો હતો. પ્લેન કાલિકટથી ઉડ્યું હતું અને દુબઈ પહોંચ્યા બાદ પ્લેનમાં સાપ જોવા મળ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.