હિટ એન્ડ રન : ડીસામાં કારની ટકકરથી એક્ટિવા સવાર બે ઘવાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસાના રિસાલા ચોક પાસે આવેલા મહાવીર દર્શન ફ્લેટમાં રહેતા અશોકભાઈ શાહ અને જીતેન્દ્રભાઈ શાહ મોડી રાત્રે એક્ટિવા પર પોતાના ઘર તરફ જઇ રહ્યા હતા અને સાંઇબાબા મંદિર પાસેથી પસાર થતા હતા. તે સમયે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી બલેનો કારના ચાલકે એક્ટિવાને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક્ટિવા સવાર બંને લોકો ફંગોળાઈને રોડ પર પટાકાયા હતા. ઘટનાને પગલે આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા અને ઇજાગ્રસ્ત બંને લોકોને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં બંનેની તબિયત નાજુક હોવાથી તેમને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માત બાદ કાર ચાલક કાર મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. (ફોટો ઃ સુરેશ ત્રિવેદી)


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.